________________ [ આત્મતત્ત્વવિચાર તાત્પર્ય કે આત્મા વૈરાગ્યથી પૂરેપૂરે રંગાયેલો હોય અને મહાવ્રતનું ધારણ કર્યા પછી તેનું યથાર્થ પાલન કરે, તેમ જ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દેશવિધ યતિધર્મને અનુસરે, તેનું સાધુપણું સાર્થક છે અને તેજ આખરે આ સંસારસમુદ્રને પાર પામી શકે છે. કે ઉપસંહાર મહાનુભાવો ! અહીં આત્મા, કર્મ અને ધર્મ આ ત્રણે વિષયની વ્યાખ્યાનમાળા પૂર્ણ થાય છે. આ ત્રણે વિષ ઘણા અગત્યના છે અને તે જાણવા-સમજવાની ખાસ જરૂર હતી તેથી અમે આ વ્યાખ્યાનમાળામાં તેની સંક્ષેપથી છણાવટ કરી છે. ' જેણે ધર્મની શુદ્ધ મને આરાધના કરી, તે અનંત સુખ પામ્યા. તમે પણ ઘર્મની આરાધના વડે અનંત સુખ પામો. - सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् / प्रधान सर्वधर्माणां, जैन जयति शासनम् // બીજો ભાગ-સંપૂર્ણ