________________
o
[ આત્મતત્ત્વવિચાર
ભિમુખ કે જે દિશામાં કેવલી ભગવંત વિચરતા હાય કે જિનચૈત્ય હાય તે દિશા તરફ મુખને રાખીને બેસાડવા તે દિશાશુદ્ધિ કહેવાય. આજે સમવસરણની સામે દીક્ષાવિધિ કરવામાં આવે છે, તેના હેતુ આ રીતે દિશાશુદ્ધિ સાચવાના છે.
બાકી રહી વંદનાશુદ્ધિ. તેમાં ચૈત્યવંદન-દેવવદનં, કાયાત્સગ તથા વાસક્ષેપ, રજોહરણ અને વેશસમર્પણની ક્રિયા હાય છે.
આ રીતે પાંચ પ્રકારની શુદ્ધિપૂર્વક મુમુક્ષુને દીક્ષા આપવામાં આવે છે. તે વખતે ગુરુ તેને ‘કરેમિ ભંતેને પાઠ ઉચ્ચરાવે છે અને તેમાં સ` પાપના ત્રણ કરણ અને ત્રણ ચાગે અર્થાત્ નવકેટથી જાવજીવનાં પચ્ચકખાણ કરાવે છે. ત્યારબાદ અનુક્રમે વડી દીક્ષા વખતે પાંચ મહાવ્રત ઉચ્ચરાવે છે અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણુ-વ્રત પણ ધારણ કરાવે છે.
પહેલું મહાનત
પહેલું મહાવ્રત પ્રાણાતિપાત–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી સૂક્ષ્મ-ખાદર, સ્થાવર-ત્રસ સ પ્રાણીઓની મન– વચન—કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ તથા કરનારને સારા જાણવા નહિ, એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે. આ મહાવ્રત સહુથી વધારે મહત્ત્વનું છે, એટલે તેને પ્રથમ ગ્રહણ કરાવવામાં આવે છે.
સ્થાવર જીવાની હિંસાના ત્યાગ કરવા એટલે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ કાઈની વિરાધના કરવી નહિ. આવી પ્રતિજ્ઞાને લીધે સાધુ કાઈ પણ
સભ્ય, ચારિત્ર ]
:૪૮૧
પવન ખાય
પ્રકારની જમીન ખેાદે નહિ; વાવ, તલાવ, કૂવા, સરાવર વગેરેમાં રહેલું, તેમજ વરસાદનું કાચું પાણી પીએ નહિ કે ખર ઉપયોગ કરે નહિ; ચકમક કે દીવાસળીને ઉપયાગ કરીને ચા ખીજી રીતે અગ્નિ પ્રગટાવે નહિ, અગ્નિને સકારે નહિ. અગ્નિને સ્પશ પણ કરે નહિ. જ્યાં અગ્નિને જ સ્પર્શ કરે નહિ, ત્યાં ચૂલા સળગાવી રસાઈતા કરે જ શાનાં? રસાઈ કરતાં બધા સ્થાવર જીવાની વિરાધના થાય છે, એટલે સાધુ રસોઈ કરે નહિ. વળી તેએ વીંઝણા વડે “હુ કે કાઈ લીલેાતરી તથા ધાન્યને અડે નહિ, સજીવાની હિંસાના ત્યાગ હેાવાને લીધે તેઓ કાઈ પણ પ્રવૃત્તિ એવી કરે નહિ કે જેમાં એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય તથા પચેન્દ્રિય જીવાના વધ થાય. સાધુએ ચાલતાં, ખેાલતાં, ખાતાંપીતાં, ઉઠતાં, બેસતાં, સૂતાં કા પણ સૂક્ષ્મસ્થૂલ જીવની હિંસા ન થાય તે માટે ખૂબ કોળજી રાખવાની હોય છે અને તેથી જ રજોહરણ કે આધા પાતાની પાસે રાખે છે. કાઈ જીવજંતુ નજરે પડે કે શરીર, વસ્ત્ર, પાત્ર વગેરે પર ચડયુ... હાય તે તેએ આ રજોહરણની અતિ કામળ દશીએ વડે તેને કોઈ પ્રકારની ઈજા ન પહેોંચે એ રીતે દૂર કરે છે.
શ્રીજી મહાનત
બીજી, મહાવ્રત પૃષાવાદ–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી કોઈ પણ પ્રકારનું અસત્ય ખેલવુ
આ. ૨-૩૧
י