________________
Po
[ આત્મતત્વવિચાર | લક્ષમીએ અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકીને જોયું કે આ
શેઠનું પુણ્ય હજી ત્રણ દિવસ ચાલે એટલું છે, એટલે તે "તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગઈ ' સવાર થતાં કુબેરે આખાં કુટુંબને જે વાત બની હતી, તે કહી સંભળાવી. તે સાંભળીને બધા ઢીલા થઈ ગયા અને કહેવા લાગ્યા: ‘હાય હાય ! હવે આપણું શું થશે? હવે તે બધું ચાલ્યું જશે, અને તે કંઈ સૂઝતું નથી, તમે કહે તેમ કરીએ.’ - શેઠ વિચારમાં પડ્યા : “લક્ષમીની આટઆટલી પૂજા કરી છતાં તે જવાને તૈયાર થઈ! જે આટલી પૂજા ભગવાનની કરી હતી તથા દાન-પુણ્ય કર્યું હોય તે તે જાત ખરી? ના, ના, તે ન જ જાત. ત્યારે હું જોઉં છું કે તે કેમ જાય છે?? અને તેણે બધાને ઉદ્દેશીને કહ્યું: ‘તમારી પાસે જે કંઈ દરદાગીના કે રોકડ હોય તેને હમણાં ને હમણાં અહીં મારી સામે ઢગલે કરે.”
“પણ આમ ધોળે દહાડે? કઈ જોઈ જશે તે ? સામેથી પ્રશ્ન આવ્યો.
શેઠે કહ્યું “તે જાય તેના કરતાં આપણે કાઢીએ તે વધારે સારું. પિતે ત્યાગ કર્યો તેમ કહેવાશે અને વળી મર્દ ગણુઈશું.”
ડી વારમાં દરદાગીના તથા રેકડને મોટે ઢગલો થ, એટલે શેઠે ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને જેટલું જોઈએ તેટલું ધન કુબેર શેઠને ત્યાં આવીને લઈ જાઓ.’
કમની શુભાશુભતા ] - તેરે પીટા કે કુબેર શેઠને ત્યાં સેંકડે મનુષ્ય આવી પહોંચ્યા અને તેની પાસે જે કંઈ હતું તે બધું એક જ દિવસમાં ખલાસ થઈ ગયું. છેવટે તેની પાસે ભાંગીતૂટી સૂવાની ખાટ અને એક દિવસ ચાલે તેટલી ખેરાકની સામગ્રી રહી. તે ખૂબ નિરાંતથી સૂતો. હવે તેને લક્ષ્મી જાય, એની ચિંતા ન હતી.
ચેથી રાત્રિએ લક્ષ્મી આવી. તેણે કુબેરને જગાડવા ખૂબ પ્રયત્ન કર્યો, ત્યારે તે માંડમાંડ જાગ્યો અને બેલી ઉો કે “કેમ દેવીજી! જવાનું કહેવા આવ્યાં છે ને? તમારે જવું હોય તે ખુશીથી જાઓ.” પરંતુ લક્ષ્મીએ કહ્યું હે શેઠ! હું જવા નથી આવી, પાછી રહેવા આવી છું.’
કુબેરે કહ્યું: “પણ દેવીજી! હવે તે મારી પાસે કશું નથી. તમે અહીં કેવી રીતે રહેશે ? ”
લક્ષ્મીએ કહ્યું: ‘તમે મને ફરીને બાંધી છે. આ ત્રણ દિવસમાં એટલું બધું પુણ્ય કર્યું છે કે હવે મારે તમારી પાસે રહેવું જ પડશે.”
ઉગ્ર પુણ્ય કે ઉગ્ર પાપનું ફળ તરત દેખાય છે. જો કુબેર શેઠ લક્ષમી જવાની છે એમ જાણી રેડડ્યા હોત, તે લક્ષ્મી રહેત ખરી? તેણે પ્રયત્ન કરીને પ્રબળ પુણ્ય મેળવ્યું, છે તે ત્રણ જ દિવસમાં તે લક્ષ્મીને જતા રોકી શકો.
શેઠે કહ્યું: ‘પણ તમે અહીં રહેશે શી રીતે ?
ઉત્તરમાં લક્ષ્મીએ જણાવ્યું કે “કાલે સવારે મારાં મંદિરમાં જજે. ત્યાં તને એક અવધૂત–ભેગી મળશે. તેને
|