________________
હ
[ આત્મતત્ત્વવિચાર
(ર) ગાય, ભેંસ વગેરે નાવા સંબધી ખોટું ખેલવુ નહિ.
(૩) જમીન, ખેતર વગેરે સંબધી ખાટું ખેલવું નહિ. (૪) કોઈની થાપણ આળવવી નહિ.
(૫) કા—કચેરીમાં કે પચલવાદ સમક્ષ ખાટી સાક્ષી આપવી નહિ.
ત્રીજું સ્થૂલ-અદત્તાદાન-વિરમણ-વ્રત અદત્તાદાન એટલે ચારી. તેને ત્યાગ કરવાનું સ્થૂલ વ્રત તે સ્થૂલ-અદત્તાદાન—વિરમણ–વ્રત. આ વ્રત નીચે પ્રમાણે લેવામાં આવે છે:
(૧) કાઇનાં ઘર-દુકાનમાં ખાતર પાડવુ' નહિ. (૨) ગાંઠ છેડીને કે પેટી-પટારાં ઉઘાડીને કોઈની વસ્તુ કાઢી લેવી નહિ.
(૩) ધાડ પાડવી નહિ.
(૪) તાળા પર કુચી કરીને એટલે તાળું ઉઘાડીને કાઈની વસ્તુ કાઢી લેવી નહિ.
(૫) પરાઈ વસ્તુને પેાતાની કરી લેવી નહિ.
ચારેલા માલ રાખવા નહિ અને ચારને ઉત્તેજન મળે તેવું કંઇ પણ કરવું નિહ. ચારીના માલ રાખવા કે ચારને ઉત્તેજન આપવુ એ પણ ચારી જ છે, માટે આ છત લેનારે તેનાથી ખચવાનુ છે.
ચેાથું સ્થૂલ-મૈથુન-વિરમણ-વ્રત
આ વ્રતને સ્વદારા–સતાષ-વ્રત પણ કહેવામાં આવે
સમ્યક ચારિત્ર ]
४
છે. સ્વદારા એટલે જેને પ`ચની સાક્ષીએ હાથ ગ્રહણ કર્યા છે, તેવી સ્ત્રી. તેનાથી સંતોષ માનવા એટલે પેાતાની સ્ત્રી સિવાય માટી તેટલી ગિની એમ માનીને તેમના પ્રત્યે કદી પણ પુષ્ટિ કરવી નહિ. પરદ્વારાગમન વિરમણ-વ્રતમાં કુંવારી કન્યાઓ, વિધવાઓ, રખાતા વગેરેના ત્યાગના સ્પષ્ટ સમાવેશ થતા નથી, એટલે તેની સરખામણીમાં સ્વદારાસંતોષ-વ્રત ઘણું મેટું છે. શ્રી હેમચંદ્રાચા' કહે છે કે ‘ જે પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયામાં વિરક્ત છે, તે ગૃહસ્થ હાવાં છતાં પેાતાનાં શીલથી સાધુના સરખા ગણાય છે. ’ આ વ્રતને મહિમા જાણીતા છે. પાંચમું. પરિગ્રહ–પરિમાણુ-વ્રત
પેાતાના થકી ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ એટલે મકાન, રૂપ, સેાનું, રાચરચીલુ’,દ્વિપદ એટલે નેકરચાકર અને ચતુષ્પદ એટલે ઢોરઢાંખર રાખવા, તે પરિગ્રહ કહેવાય છે. તેનું પરિમાણુ કરવું, એટલે તેની મર્યાદા ખાંધવી. શાસ્ત્રકારો કહે છે કે • જેમ ઘણા ભારથી ભરેલું માટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વરૂપી ભારથી પ્રાણીઓ સ’સારરૂપ સમુદ્રમાં ડૂબી જાય છે. ' તેથી પરિગ્રહ જરૂર જેટલા જ રાખવા, પણ તેથી અધિક રાખવા નહિ. મનુષ્યે અનેકવિધ પાપા આ પરિગ્રહ માટે જ કરે છે, એટલે તેની મર્યાદા થાય તે પાપનું પ્રમાણ ઘટી જાય અને સતેાષના ગુણુ ખીલતા રહે.
છઠ્ઠું દિક્–પરિમાણુ–ત્રત
ગૃહસ્થજીવનને સ ંતોષી બનાવવા માટે જેમ પરિગ્રહનું