________________
૫૪
[ આત્મતત્ત્વવિધા
ગ્રહેણુ કરેલાં હોતાં નથી અને જે સૂત્રો ગુરુ પાસેથી વિધિસર ગ્રહણ કરેલાં હાતાં નથી, તે ચાગ્યરૂપે પરિણમતાં નથી, તેથી એ સૂત્ર વિધિસર ગ્રહણ કરવા માટે ઉપધાન વહેવાં જરૂરી છે.
વિધિસર મહ
કેટલાક કહે છે કે ‘ ઉપધાનમાં દર વર્ષે લાખા વિષેયાના ધૂમાડા થાય છે, તેનું વાસ્તવિક ફળ તા કઈ જ દેખાતું નથી, તે પછી ઉપધાન કરાવ્યે રાખવાના અથ શે?” આને ઉત્તર પણ આપવા જ જોઈએ. આજથી ચાલીશ– પચાસ વર્ષ પહેલાં ઉપધાના બહુ ઓછાં થતાં, કારણ કે તે વખતે સાધુઓની સંખ્યા ઓછી હતી, એટલે તેના પ્રચાર આછે હતા. હાલમાં સાધુઓની સંખ્યા વધી છે અને તેમના દ્વારા ઉપધાનનું માહાત્મ્ય ઘણા લોકેાનાં સમજવામાં આવ્યું છે, એટલે દર વર્ષે જુદાં જુદાં શહેરામાં ઉપધાનતપ કરાવવામાં આવે છે. આ ઉપધાનતપથી અનેક પ્રકારના લાભા થાય છે. તેમાં પ્રથમ લાભ તા એ કે તેનાથી શ્રી જિને શ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે. બીજો લાભ એ કે આડા દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણુ વગેરેની તપશ્ચર્યાં એકધારી કરવી હાય તેા થઈ શકતી નથી, પણ ઉપધાન કરવામાં આવે તે ૨૧ ઉપવાસ, ૮ આય ́બિલ અને ૧૮ એકાસણાંની તપશ્ચર્યાં એકધારી થઈ શકે છે કે જે કર્મીની મહા નિજ રા કરનાર છે. ત્રીજો લાભ એ કે ઉપધાનમાં રાજ પાસહ કરવાના હોવાથી મુનિજીવનની તુલના થાય છે. ચાથા લાભ એ કે તેનાથી કાયા પરની માયા ઘટે છે અને તેશ્ આગળ પર અનેક પ્રકારની પાપપ્રવૃત્તિ કરતા અટકી જવાય
સસ્થાન ]
છે. પાંચમે લાભ એ કે તેથી ઇન્દ્રિયાના રાય કરવાની તાલીમ મળે છે. છો લાભ એ કે તેનાથી કષાયને સવર થાય છે. સાતમે લાભ એ કે ધર્મારાધનની અભિલાષાથી એકત્ર થયેલી વ્યક્તિઓના સત્સંગ થાય છે અને તેથી ધ ભાવનાની વૃદ્ધિ થાય છે. આ રીતે બીજા પણ ઘણા લાભા થાય છે. તેથી તેના અંગે જે ખચ કરવામાં આવે છે, તે દ્રવ્યને પ્રયાગ છે, નિહ કે ધૂમાડા. જેએ ધમ ક્રિયાથી દૂર રહે છે અને તેના દ્વારા થતા અનેક પ્રકારના લાભાથી અજાણ્યા છે, તે જ આ પ્રકારના આક્ષેપો કરે છે અને કેટલાકની ધર્મ શ્રદ્ધાને ડઢાળી નાખે છે. તેઓ જે વસ્તુસ્થિતિની ઊંડાણમાં ઉતરે અને જાતે બધી વસ્તુનું નિરીક્ષણ કરે તા તેમને સમજ પડે કે ઉપધાનતપ એ ધમ ભાવનાની વૃદ્ધિ કરનારું કેવુ.... સુંદર અનુષ્ઠાન છે! ઉપધાનતપ કર્યા પછી અનેક પ્રકારના વ્રત-નિયમે લેવાય છે અને તેથી પણ જીવન પર ઘણી સારી અસર થાય છે.
જેએની બુદ્ધિ મદ છે અથવા તે જેનું ચિત્ત શાસ્ત્રનાં પન—પાઠનમાં જલ્દી એકાગ્ર થઈ શકતું નથી, તેઓ ઉપધાન કરે તે તેમની બુદ્ધિમાં રહેલી જડતા દૂર થાય છે અને ચિત્ત જલ્દી એકાગ્ર થવા લાંગે છે. આજ કારણે પ્રાચીન કાળથી ઉપધાન પર ખૂબ ભાર મૂકાતા આવ્યો છે અને મારે તેને આટલા પ્રચાર છે. ઉપધાનની પાછળ જે ખર્ચ થાય છે, તે સાધર્મિકની સેવામાં અને આવને ખર્ચા પરમાત્માની ભક્તિમાં અને શાસનની પ્રભાવનામાં થાય છે. તે ખર્ચ ને ખાટા ખર્ચે ન કહેવાય. તે તો ધર્મનું
ન