________________
[ આત્મતિર્વિચારે શુભ કેટલી? અશુભ કેટલી? કર્મની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, પણ બાંધવાની ૧૨૦, વત્તામાં ૧૫૮ અને ઉદયમાં ૧૨૨. અહીં તર્ક થાય કે આમ કેમ? જે ૧૨૦ ને બંધ હોય તો ઉદયમાં ૧૨૨ શી રીતે? પણ ૧૨૦ના બંધમાં દર્શનમોહનીય કર્મની એક મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ જ બંધાય છે. પછી તેના ત્રણ ભાગ પડી જાય છે. સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહનીય. આમ ઉદયમાં ૧૨૨ પ્રકૃતિ આવે છે. , “બંધમાં ૧૨૦ પ્રકૃતિ શી રીતે ગણાય છે?? તેને
મુલાસો પણ કરી દઈએ. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિ પાંચ છે, દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિ નવ છે અને વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિ બે છે, તે બધી બંધમાં ગણાય છે, એટલે ૫ +૯+ ૨ = ૧૬ પ્રકૃતિ એ થઈ. મોહનીયની ૨૮ ઉત્તર પ્રવૃતિઓમાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમેહનીય ગણાતી નથી, એટલે ૨૬ પ્રકૃતિ એ થઈ. ૧૬+ ૨૬ =૪૨. આયુષ્યકર્મની ચારે ચાર ઉત્તરપ્રકૃતિની ગણના બંધમાં થાય છે, એટલે ૪૨ +૪=૪૬ થઈ.
નામકર્મની ઉત્તરપ્રકૃતિ ૧૦૩ છે. તેમાં અપનાં પ્રસંગમાં ૬૭ પ્રકૃતિની જ ગણના થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની બધી મળીને ૨૦ પ્રકૃતિઓ છે, પણ અહીં તેની મૂળ પ્રકૃતિની એટલે વર્ણ, ગંધ, રસ અને પશની એક એક જ પ્રકૃતિ ગણવામાં આવે છે, એટલે ૧૬ ઓછી થઈ. ઉપરાંત પંદર બંધન અને પાંચ સંતની
કર્મની શુભાશુભતા ] પ્રકૃતિ ગણવામાં આવતી નથી, એટલે કુલ ૩૬ ઓછી થઈ ૧૦૩ – ૩૬ = ૬૭. હવે ૪૬માં ૬૭ ઉમેરાય તે ૧૧૪. થાય. તેમાં ગેત્રની ૨ અને અંતરાયની ૫. ઉત્તરપ્રકૃતિઓ મળતાં કુલ સંખ્યા ૧૨૦ ની થાય. .
શુભાશુભની ગણનામાં ૧૨૪ પ્રકૃતિએ લેવાય છે, તેનું કારણ એ છે કે ઉપર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની જે એક એક પ્રકૃતિ ગણવામાં આવી, તેના શુભાશુભની. દષ્ટિએ બે બે વિભાગો થાય છે, એટલે તેમાં ચાર પ્રકૃતિએ ઉમેરાય છે. આ રીતે શુભાશુભની ગણનામાં ૧૨૪ પ્રકૃતિને, હિસાબ છે.
૧૨૪ માં શુભ કેટલી અને અશુભ કેટલી?” એને ઉત્તર એ છે કે અરે શુભ અને ૮૨ અશુભ. તે શી રીતે? એ આજે તમને સમજાવવું છે. ( ચાર ઘાતકર્મની ૪૫ અશુભ પ્રવૃતિઓ
આત્મા સ્વભાવે અનંત જ્ઞાની છે, પણ જ્ઞાનાવરણીય કમ તેનાં જ્ઞાનને દબાવે છે, એટલું બધું દબાવે છે કે તેને અનંત ભાગ જ ખુલ્લું રહે છે. જે કર્મનું ચાલે તે આત્માને સાવ જડ બનાવી દે, પણ એટલી હદ સુધી તેનું ચાલતું નથી. અમે પ્રારંભમાં જ કહ્યું છે કે એક દ્રવ્ય પલટાઈને બીજું થતું નથી, એટલે એમ બનવું શક્ય નથી. જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિઓ જ્ઞાનને દબાવે છે, એટલે તે અશુભ ગણાય છે. પછી . '', આત્મામાં આખી દુનિયા એટલે લેક-અલેક, રૂપી