________________
સુપાત્રદાનથી શીલ વગેરે બાકીના ધ સમીપે આવે છે.
[ આત્મતવિર પ્રકારો પણ આત્માની
• દાન સુપાત્રને વિષે અપાયેલું હોય તે તે ધર્મોત્પત્તિનું કારણ બને છે, જો અન્યને અપાયેલું હાય તે કરુણાની કીર્તિને પ્રકાશનારુ' થાય છે, જો મિત્રને અપાયેલું હાય તે પ્રીતિને વધારનારું થાય છે, જો શત્રુને અપાયેલું હાય તેા વૈરને નાશ કરનારુ થાય છે, જો નાકર-ચાકરને અપાયેલું હાય તે તેમની સેવાવૃત્તિને ઉત્કટ બનાવનારું થાય છે, જો રાજાને અપાયું હાય તે સન્માન અને પૂજાને લાવનારું થાય છે અને જો ભાટ-ચારણને અપાયેલું હાય તે શના ફેલાવા કરનારું થાય છે. આમ કાઈ પણ ઠેકાણે અપાયેલું દાન નિષ્ફળ જતું નથી.
દાનથી ધનનો નાશ થતા નથી, પણ વૃદ્ધિ થાય છે. તેથી જ કહેવાયું છે કે
જે દીજે કર આપણે, તે પામે પરલાય; દીજતા ધન નીપજે, કૃપ વતા જોય.
જે આપણા હાથે કરીને આપીએ છીએ, તેજ આપણે પરભવમાં પામીએ છીએ. દેવાથી ધન મળે છે, પણ ઘટતુ નથી. કૂવા પાતાનું પાણી નિરતર આપતા રહે છે, તા તેમાં નવાં પાણીની આવક ચાલુ જ રહે છે.
આ રીતે નિત્ય ધર્મ શ્રવણુ કરતાં ધનસા વાહ ધર્મમાર્ગ માં દૃઢ શ્રદ્ધાવત થયો અને યથાશક્તિ ધમનું આરાધન કરવા લાગ્યા. પછી વર્ષાઋતુ પૂરી થતાં અને માર્ગો સરલ
સમ્યક્ત્વ; }
342
મનતાં તે સમસ્ત સાથે સાથે વસતપુર પહાંચ્ય અને કરિયાણાના કવિક્રયથી ઘણુ ધન કમાયા. અહીથી શ્રી ધમ ઘાષ આચાય અન્યત્ર વિહાર કરી ગયા અને પેાતાની પતિતપાવની દેશના વડે પૃથ્વીને પાવન કરવા લાગ્યા.
કાલાંતરે ધનસાર્થવાહ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પા કર્યાં અને ધર્મના જે સસ્કારી પામ્યા હતેા તેને દૃઢ કરતા અનુક્રમે કાલથમ પાસ.
આ રીતે ધન સાવાહ બીજા ભવે ઉત્તર કુરુક્ષેત્રમાં સુગલિયારૂપે ઉત્પન થયા. ત્યાંથી કાલમ પામીને તે સૌધમ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ચાથા ભવે તે પશ્ચિમ મહાવિદેહમાં વૈતાઢ્ય પર્યંતને વિષે મહાખલ નામનો વિદ્યાધર થયો અને સાંસારથી વૈરાગ્ય પામીને અણુગાર અન્ય. ત્યાં અંતકાળે ખાવીશ દિવસનું અણુશણ કરીને કાલધમ પામતાં ઈશાન નામના દેવલાકમાં લલિતાંગ નામે દેવ થયો. ત્યાંથી ચ્યવીને છઠ્ઠા ભવે પૂર્વ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં લેાહાલા નામની નગરીમાં સુવર્ણ જ ઘ રાજાને ત્યાં વાજઘ નામે કુમાર થયો. અનુક્રમે તે રાજ્યનો માલીક અન્યો અને પુત્રને રાજ્ય સોંપી પ્રવ્રજ્યા ગ્રહણુ કરવાનો વિચાર કરતા હતા, ત્યાં રાજ્યલાભી પુત્રે અગ્નિપ્રયોગથી તેનું મરણુ નીપજાવ્યું.
સાતમા ભવે તે ઉત્તર કુરુક્ષેત્રમાં ફરી યુગલિયારૂપે ઉત્પન્ન થયો, આઠમા ભવે સૌધમ દેવલેાકમાં ઉત્પન્ન થયો, નવમા ભવે મહાવિદેહ ક્ષેત્રના ક્ષતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિવિધ વઘને ઘેર જીવાનઃ પુત્ર તરીકે ઉત્પન્ન થયો.