________________
૨૦
[ આત્મતત્ત્વવિચાર લીઓ કે મુંઝવણે આવી પડે ત્યારે તમે ગભરાઓ છે, હાય કરે છે, રડવા લાગે છે અને આ સ્થિતિ માટે બીજાને દોષપાત્ર ગણી તેમને અનેક પ્રકારના એળભા. આપે છે, પણ હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે, એ કેમ વિચારતા નથી? તમે પૂર્વભવમાં જે પાપ કર્યા, અશુભ કર્મો બાંધ્યા, તે ઉદયમાં આવ્યા છે અને તેના લીધે જ તમારી આ હાલત થઈ છે. તેમાં વ્યક્તિઓ તે નિમિત્તમાત્ર છે. તેમને દેષિત ઠરાવવાથી કે ઓળભા આપવાથી શું લાભ? રસ્તે જતાં થાંભલા જોડે અથડાઈ પડે તે
અરે! થાંભલા ! તું મને કેમ વાગે?” એમ કહીને તેની જોડે શું લડવા બેસે છે? તમે દરકાર–સાવચેતી ન રાખી એથી તમને વાગ્યે, તેમ તમે પૂર્વકાળે કર્મ બાંધતી વખતે દરકાર–સાવચેતી ન રાખી, એથી આજે વ્યક્તિઓની સાથે અથડામણ થઈ. " એક વાર અણસમજમાં પાપ કર્યું અને તે ઉદયમાં આવ્યું છે તેને શાંતિથી-સમતાથી ભેગવી . જે એ વખતે ગભરાયા, હાયપૅય કરી, આત્ત ધ્યાનના સપાટે ચડી ગયા, તો વળી ચેકબંધ કર્મ બંધાશે અને ભવિષ્યની સલામતી પણ જોખમાશે. “ભગવાયું તેટલું ઓછું ? એ સૂત્રને યાદ રાખે અને નવીન કર્મબંધન ન થાય તેની સંભાળ રાખે. આપણું એક મહાત્માએ કહ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતિયે, ઉદયે શે સંતાપ?” જે કર્મ બાંધતી વખતે જ તમે ચેતીને ચાલે તે ઢીલા બંધાય. અને શુભ પરિણામ આપનારાં પૂણ થઈ જાય. કદાચ તે શુભ પરિણામવાળાં ન થાય અને
અશુભ ફળ આપે તે પણ ઢીલું આપે. તે માટે જાગ્રત રહી, અભ્યાસ કરી, ધર્મધ્યાન, આરાધના, પરમાત્માની ભક્તિ અને રાગદ્વેષ કે કષાયોથી બને તેટલા દૂર રહી પ્રયત્ન કરે તે પછી કમના ઉદય વખતે તમારે સંતાપ કરવાની–ડરવાની જરૂર ન રહે.
એટલું યાદ રાખે કે અશુભને શુભ કરવાની અને શુભને અશુભ કરવાની તાકાત આત્મામાં છે, કામણું વર્ગણામાં નથી.
તિષશાસ્ત્રમાં સર્વ નિમિત્તેમાં શુકનને વિશેષ માનવામાં આવ્યું છે, તે સુખ-દુઃખ આપનારાં નહિ, પણ સુખ-દુઃખ સૂચવનારાં છે. “નિમિત્તાનાં વેંgi રાકુનો eનાયા:-સર્વ નિમિત્તોમાં શુકન નાયક છે, મુખ્ય છે. ગમે તેવાં શુભ ચોઘડિયામાં તમે મંગળ કામ કરવા તૈયાર થાવ, પરંતુ જે શુકન ખરાબ થાય તે તમે અટકી જાઓ છે. શાસ્ત્રકારે કહે છે કે–પહેલાં અપશુકન વખતે અટકીને આઠ શ્વાસ ઠેરવું. વળી પાછું ચાલવું. જે બીજી વખત અપશુકન થાય તે થોભીને સેળ શ્વાસ ઠેરવું અને પછી આગળ વધવું. પરંતુ જે ત્રીજી વાર પણ અપશુકન થાય તે ગમે તેવું અગત્યનું કામ હોય-લગ્ન કરવાનું, લાખેને સદે કરવાનું, મકાનનું, મુહૂર્ત કરવાનું વગેરે, તો પણ તે દિવસ પૂરતું તે માંડી જ વાળવું. ...,
. કેટલાક લેકે અપશુકન કરનાર વસ્તુ કે પ્રાણીને તિરસ્કાર કરે છે. બીલાડી આડી ઉતરે તો તેને લાકડી પણ
અગત્યના છ વાર પર કેરવું અને