________________
[ આત્મતત્ત્વવિચા
ઘના અધા માણસા વિવાહમાં ગયા અને લાલીને જ્ડ સાથે લેતા ગયા. લાલી પેાતાનું લક્ષણ ન અતાવે તે માટે તેએ પૂરતી કાળજી રાખવા લાગ્યા. એમ કરતાં વિવાહ પૂરા થયા, એટલે બધાં ગાડામાં બેસી પેાતાનાં ગામે આવવા નીકળ્યાં. માતિપતાને સતાષ હતા કે આ તે વખતે લાલી અંગે કોઈ જાતના ઠપકા સાંભળવા પડચો નહિ, હવે રસ્તા ઊંચાનીચા આવ્યેા અને ગાડું ઊંચીનીચી પછડાટ ખાતું ચાલવા લાગ્યું, ત્યારે લાલીનાં કપડાં ભીનાં થયાં અને આજીમાજી બેઠેલાઓનાં કપડાં પર પણ ડાહ્મ પડ્યાં. આમ શાથી બન્યું ? તેની તપાસ કરી તેા લાલીએ ત્યાંથી નીકળતી વખતે એડવાડનાં તપેલામાંથી માટીના એક લેાટકા ભરી લીધા હતા અને તેને પોતાનાં કપડાંમાં છૂપાવીને તે ગાડામાં બેસી ગઈ હતી. ગાડું ખૂબ ઊંચુ-નીચુ’ ચાલ્યું, એટલે લટકા છલકાયા અને તેનાં તથા આજુવાળાનાં કપડાં બગડવાં. આ જોઈ માતાપિતાએ કહ્યું: ‘હાલ જાય, હવાલ જાય, પણ લાલીનાં લક્ષણ ન જાય. છેવટે તેણે પેાતાના ભાવ ભજજ્ગ્યા ખરા. ’
આપણે! આત્મા પણ આ લાલી જેવે જ છે. તે અનેક વાર નિર્ણય કરે છે કે ‘હવે મારે પાપ કરવું નહિ, પણ તે પાછો પાપ કરવા લાગી જાય છે અને કથી ારે થાય છે.
આત્મા ભારે ક્યારે અને, હલકા ક્યારે અને
ચરમ તીર્થંકર શ્રમણુ ભગવાન મહાવીર કૌશાંખી
પાપાગી
૩૫
નગરીમાં પધારે છે, ત્યારે ઉદાયી રાજા, તેની ફાઈ જય તી શ્રાવિકા અને તેની માતા મૃગાવતી એ ત્રણ ભગવાનનાં દર્શને આવે છે.
જયંતી શ્રાવિકા સમક્તિધારી હતી, તત્ત્વની જાણકાર હતી તથા શમ્યાંતરી તરીકે ઘણી પ્રસિદ્ધ હતી, કારણ કે સાધુ મુનિરાજો મેટા ભાગે તેણે આપેલી વસ્તીમાં ઉતરતા. તેની વસ્તી તેનું સ્થાન વિશાળ હતું અને તેમાં સાધુઓને ઉતરવાની તથા સ્વાધ્યાન-ધ્યાન વગેરે કરવાની સારી સગવડ હતી અને તે પાતે સાધુ મુનિરાજોની ભક્તિ ઉત્તમ પ્રકારે કરતી. ભગવાનની ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓમાં તેનું નામ આંગળીના વેઢે ચડે છે, ત્યારે એ કેટલી ચેાગ્ય. હશે, તેના વિચાર કરી.
અહીં ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ કહી તે વ્રતધારી સમજવી. સામાન્ય શ્રાવિકાઓની આમાં ગણુતરી નથી. કેટલાક એમ માને છે કે પ્રભુ મહાવીરના અનુચાયીએની સખ્યા બહુ મેાટી ન હતી, પરંતુ તેમણે શાસ્ર તથા ઇતિહાસને ઊંડા એભ્યાસ કરવા જોઇએ. શાસ્ત્રમાં પ્રભુના પરિવારની નોંધ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે: ‘ શ્રી વીર પ્રભુને ચૌદ હજાર મુનિઓ, છત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસા ચૌદ પૂર્વાંધારી શ્રમણા, તેરસે અવધિજ્ઞાની, સેાળસા વૈક્રિય લબ્ધિવાળા, તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા, પાંચસેા મન:પર્યવજ્ઞાની, ચૌદસેા વાદી, એક લાખ ને આગણુ સાઠ હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાએ એટલા પરિવાર થયેા. ’ સામાન્ય