________________
૩૦
[ આત્મતત્ત્વવિચામ
પ્રશંસા કરવામાં આવી છે. આ વ્રત, નિયમ કે પ્રત્યાખ્યાન શું છે ? પાપનું વિરમણ-પાપના ત્યાગ કે ીજું કઈ? તમે પ્રાણાતિપાત–વિરમણવ્રત નામનું વ્રત લીધું, તે પ્રાણાતિપાત નામના પાપના ત્યાગ કર્યાં.
પ્રશ્ન—નવકારશીનું પ્રત્યાખ્યાન કરતાં કયા પાપને ત્યાગ થાય?
ઉત્તર—નવકારશીનું પ્રત્યાખ્યાન કરતાં અવિરતિને ત્યાગ થાય. અવિરતિ એ પણ પાપ જ છે.
તમે પ્રત્યાખ્યાન એટલે પ્રતિજ્ઞા કે ખાધા એટલું સમજીને ચાલા છે, પણ તેના વાસ્તવિક અર્થ કદી વિચા છે ખરા ? શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આવશ્યક સૂત્રની ટીકામાં તેના અર્થ આ પ્રમાણે કર્યો છેઃ પ્રત્યાચાયતે નિવિષ્યતેડનેન મનો-વાજ ાયજ્ઞાએન િિક્તનિમિતિ-જેનાથી મન, વચન અને કાયાના સમૂહવડે કઈ પણ અનિષ્ટને નિષેધ થાય તે પ્રત્યાખ્યાન. ’ આ પ્રત્યાખ્યાનને જ પ્રાકૃત ભાષામાં પચ્ચકખાણ કહેવામાં આવે છે. જ્ઞાનનું સ્વ વિરતિ
વ્યાખ્યાનશ્રવણનું ફળ શું? જ્ઞાન. જ્ઞાનનું ફળ શું? વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ શું? પ્રત્યાખ્યાન, આ વસ્તુ ખરાખર સમજ્યા ? સદ્ગુરુનાં મુખેથી વીતરાગની વાણી સાંભળે, એટલે તમને જ્ઞાન થાય. સત્સંગ-સ્વાધ્યાય વગેરે વડે એ જ્ઞાનની વૃદ્ધિ કરતા રહેા, એટલે વિશેષ જ્ઞાન ધાય, વિજ્ઞાન થાય. અને એ વિશેષજ્ઞાન થાય એટલે પાપકર્મના ત્યાગ
પાયત્યાગ ]
કરી
કરવાની વૃત્તિ થાય, અર્થાત્ વિરતિના પરિણામ જાગે. * જ્ઞાનસ્થ હું વિત્તિઃ' એ ઉક્તિ તમે સાંભળી હશે. આ ઉપાશ્રયમાં જ કોઇ ઠેકાણે આવા અક્ષરવાળુ ખેડ લટકાવેલું છે. તેના અર્થ પણ એજ કે · જાણવાના સાર વિરતિ એટલે ત્યાગ છે, વ્રત–નિયમની ધારણા છે.’અમે ઉપદેશ આપીએ અને તમે કંઈ પણ વ્રત-નિયમ કે પચ્ચકખાણુ ન કરો તા એ વ્યાખ્યાનશ્રવણુનું–જ્ઞાનનું ફળ મળ્યું ન કહેવાય. વ્યાખ્યાનના અમુક ભાગ વંચાયા પછી ‘ પચ્ચખાણુ ’ ને સાદું પડે છે, ત્યારે તમે યથાશક્તિ પચ્ચકખાણુ લે છે, તે આપણી પ્રાચીન જૈન પરપરા છે.
પાપ-પુણ્ય સભર થાય છે ખરાં?
'
કેટલાક કહે છે કે પહેલી વાત પાપત્યાગની કૈમ કરા છે ? પુણ્યવૃદ્ધિની કરા ને ? માણસે ગમે તેવાં પાપ કરીને પૈસે ભેગા કર્યાં હાય પણ તે દીન-દુ:ખિયાને દાન આપે, સાધુસંતાની સેવામાં લગાવે તથા તેનાની બીજા` પાપકારનાં કાર્યો કરે તેા એ પાપ ભૂસાઈ જાય છે કે નહિ ?' પણ આ કથન સમજ્યા વિનાનુ છે. પ્રથમ તેા ધર્મશાસ્ત્રો પાપથી પૈસેા પેદા કરીને દાન-પુણ્ય કરવાનું કહેતાં જ નથી. એ તા કહે છે કે ધન કમાવવામાં કોઈ પણ જાતના અન્યાય ન થાય, અનીતિ ન થાય, અધમ ન થાય, તેનુ ખરાખર ધ્યાન રાખે. એ રીતે કમાયેલા પૈસા થાડા હશે તેા પણ સુખી થશે। અને તેનાથી દાન-પુણ્ય કરશે તે તેનું ફળ અનેકગણુ મળશે. અહી એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે પાપ-પુણ્ય