________________
-
૩૪૪ :
[ આત્મતત્ત્વવિક માની વણિકપુત્રે એ નિયમને સ્વીકાર કર્યો અને સાધુ ૩ મહાત્મા અન્યત્ર વિહાર કરી ગયા.
"10 - હવે પિલ વણિકપુત્ર રાજ કુંભારનાં માથા પરની ટાલ જોઈને ભોજન કરે છે. પરંતુ એક વખત તે કામ પરથી ઘરે આવ્યો અને કુંભારની ટાલ જેવા ઊંચે થયે, ત્યારે કુંભાર તેનાં સ્થાને દેખાય નહિ. તેણે બે ત્રણ વાર ઊંચા થઈને જોયું છતાં કુંભાર દેખાય નહિ, એટલે તે. કુંભારનાં ઘરે ગયો અને કુંભારણને પૂછવા લાગ્યું કે, “આજે પટેલ કેમ દેખાતા નથી ? ? - કુંભારણે કહ્યું : “એ તો વહેલી સવારથી માખાણે. ગયા છે, તે હજી આવ્યા નથી. હું પણ તેમની રાહ જોઈ રહી છું. હવે તે ડી વારમાં આવવા જોઈએ. અહીં વણિકપુત્રને ખૂબ ભૂખ લાગી હતી અને ભજન કરવાની તાલાવેલી થઈ હતી, એટલે તે થોડી વાર થેબે એમ ન હતો. તે ઉતાવળે ઉતાવળે ગામ બહાર ગયે અને જ્યાં માટખાણ આવેલી હતી, તે તરફ ચાલ્યો.
અહીં કુંભારે સવારમાં આવીને માટી ખદવાનું ચાલુ કર્યું કે તેમાંથી સેનામહોર–ભરેલે એક ઘડો મળી આવ્યો હતો. આથી તે ખૂબ ખુશ થઈ ગયો હતો. જેણે હમેશાં કુશકા અને કેદરાનું ભજન કર્યું હોય, તેને સ્વાદિષ્ટ સુગંધી ખીરનું ભેજન મળે તો અતિશય આનંદ થાય એમાં નવાઈ શું? આ ઘડાને કેઈ જોઈ ન જાય તે માટે એને માટીથી ઢાંકી દીધો હતો અને કદાચ આવો બીજે ઘડે પણ મળી ' આવે એવા ઈરાદાથી તેણે માટીખણ ખાદવાનું ચાલુ રાખ્યું
તેમના પ્રકારે ] હતું. એમ કરતાં તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો, એટલે માથા પરની પાઘડી પલળી ન જાય, તે માટે તેને ઉતારીને ખાણના એક છેડે મૂકી હતી. - હવે પેલો વણિકપુત્ર માટખાણથી થોડે છેટે રહ્યો
કે તેને માટી ખેદી રહેલા કુંભારની ટાલનાં દર્શન થઈ | ગયાં. આથી તે હર્ષના આવેશમાં આવીને બેસી ઉડ્યો કે છે જોઈ લીધી, જોઈ લીધી.”
આ શબ્દો કુંભારના કાને પડ્યા અને તે ચમકી ઉઠ્યો. તેણે બહાર નજર કરીને જોયું તે વણિકપુત્રને દીઠે. આથી તેનાં મનમાં વહેમ પડ્યો કે જરૂર આ વાણિયાના છોકરાએ મેં મેળવેલી લમી જોઈ લીધી અને તેથી જ તે બે કે મેં ‘જોઈ લીધી, જોઈ લીધી.' હવે શું કરવું ? જે તે જઈને રાજાના કેઈ અધિકારીને ખબર આપી દેશે તો આવેલી લકમી ચાલી જશે અને મારે દરબારમાં આંટાફેરા ખાવા પડશે એ ફેગટમાં. એના કરતાં વાણિયાના આ છોકરાને મનાવી લઉં તો શું ખોટું ? આથી તેણે ઘાંટે પાડીને કહ્યું: શેઠ! તમે જોઈ લીધી તે સારું કર્યું, પણ પાસે આવે. આમાં મારો અને તમારો અર્ધોઅર્ધ ભાગ.'
વાણિયાની જીત એટલે ઘણી ચકર. તે ઈશારામાં બધી વાત સમજી જાય. આ છોકરે ધર્મની બાબતમાં પછાત હતો, પણ બુદ્ધિને બારદાન ન હતો. તે વાત તરત સમજી ગયો. એટલે નજીક જઈને કહેવા લાગ્યો કે “ ઝા ! આખું કહોળું ખાવામાં મજા નહિ. તેમાંથી આપણે થોડો ભાગ રાજ્યાધિકારીને પણ આપીશું અને તે જ બાકીની લહમી