SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ [ આત્મતત્ત્વવિચારે સારી વસ્તુ ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવામાં હરકત -નથી, પણ સારી વસ્તુ કોને કહેવી? તેનું ધેારણ શાસ્ત્રકારાએ ઠરાવેલું છે. જેમાં અહિંસા હેય, સયમ હાય, તપ હાય, તે સારી વસ્તુ અને જેમાં તનો અભાવ કે અતિ અલ્પપણું હોય તે ખરાબ વસ્તુ. આ ધારણે આપણે સારી વસ્તુને જરૂર ગ્રહણ કરીએ. મહાનુભાવે। ! આજે ધર્મોના પ્રકારો વિષે વિવેચન કરવાનું છે, તેમાં આટલી વાત પ્રાસ'ગિક થઈ. એ વાત કરવાની જરૂર હતી, માટે જ કરી છે. આજના કુમારકુમારિકાઓ અને યુવક-યુવતીએ શાળા-કોલેજોમાં જઈ ને, જુદી જુદી સભાએ કે પિરષદમાં હાજરી આપીને આવા વિચાર। લઈ આવે છે અને તે એક ઉત્તમ આદેશ હોય એ રીતે તેનું સેવન કરવા લાગે છે, એટલે તેમના એ ભ્રમ ભાંગવાની જરૂર છે. નવકારમંત્રમાં ધને વંદના છે? હવે ધર્મના પ્રકારો પર આવીએ. અહીં એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે ‘નવકાર મંત્રમાં દેવ અને ગુરુને વંદના આવે છે, પણ ધમ ને વંદના આવતી નથી, તેથી એમ સિદ્ધ થાય છે કે ધર્મ એ મૂળભૂત વસ્તુ નથી. પછી તેના પ્રકારા વગેરેનું વર્ણન શા માટે ?' અમે આ મહાનુભાવને પૂછીએ છીએ કે તમે નવકાર મંત્રના અર્થ તે ખરાખર જાણા છે ને ? એના પર સારી રીતે વિચાર તેા કર્યાં 'છે' ને ? તેમાં પ્રથમનાં પાંચ પદો પછી ‘જો પંચ-તમુવારો, " ધર્મના પ્રકારો ] ૩૩૩. . पाण मंगलाणं च सव्वेसिं, पढमं हवइ મહં॥ એ પદો આવે છે. અહી પંચપરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કાર એ ધમ છે. આ ધર્મ ને સર્વ પાપપ્રણાશક અને સ` મ`ગલેામાં ઉત્કૃષ્ટ મગલ કહ્યો છે, તે એની સ્તુતિરૂપ વંદના છે અને તેથી ધર્મ એ મૂળભૂત વસ્તુ છે. નવકારનાં પ્રથમ પદે શ્રી અરિહંત દેવ એટલે તીથ કર પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ તેમણે કરેલું ધર્મ પ્રવન છે. વળી આચાય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતાને ત્રીજા, ચેાથા અને પાંચમા પદે વંદના કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેએ ભાવિકોને ધ લાભ આપે છે. આ રીતે નવકારમંત્રમાં ધમ આતપ્રેત છે, એટલે તે મૂળભૂત-મુખ્ય વસ્તુ છે. પ્રશ્ન—અહીં પહેલા, ત્રીજા, ચાથા અને પાંચમા પઢે થતા નમસ્કારમાં ધર્માંના સંબંધ ખતાબ્યા, પણ ખીજા પદે થતા નમસ્કારમાં ધર્મના કોઈ સંબધ મતાન્યેા નહિ, તે નવકારમંત્રમાં ધર્મ આતપ્રેાત છે, એમ કેમ કહી શકાય ? ઉત્તર--ખીજા પદે શ્રી સિદ્ધ ભગવતાને નમસ્કાર કરવામાં આવે છે, તે ધર્મારાધનથી પ્રાપ્ત થતા મેાક્ષલાભના સાક્ષી છે. સિદ્ધ ભગવંત એટલે ધર્મોનાં ઉત્કૃષ્ટ આરાધનથી સ કર્મોના નાશ કરી મેાક્ષને પ્રાપ્ત કરનાર શુદ્ધાત્મા. એટલે તેમના નમસ્કાર પણ ધના જ પ્રખેાધક છે. ‘હજી એક પ્રશ્ન પૂછવા છે. ' ‘ પૂછી શકે છે. ’
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy