________________
૨૬૪
૨૬૫
. આત્મતત્ત્વવિચાર 'નીતિ અનેક પ્રકારની હોય છે અને તેમાં સારી તથા બેટી બંને બાબતોને સમાવેશ હોય છે. દાખલા તરીકે નીતિવિશારદેએ શામ, દામ, ભેદ, અને દંડ એ ચાર પ્રકારની નીતિ માની છે. તેમાં શામ એટલે શિખામણ આપવી, એ સારી વસ્તુ છે. જે કઈ પણ માણસ શિખામણ આપવાથી જ અન્યાય, અનીતિ, દુરાચાર કે અધર્મ સેવત અટકી જતે હોય તો ઈચ્છવા યોગ્ય છે. પરંતુ દામ એટલે પૈસા આપવાલાંચ રૂશ્વત આપવી અને તેની પાસેથી સ્વાર્થનું કામ કરાવી લેવું, એ સારી વસ્તુ નથી. તે જ રીતે ભેદ એટલે પ્રપંચ ખેલીને વિરુદ્ધ પક્ષમાં ફાટફૂટ પડાવવી અને તેમને નાશના માર્ગે લઈ જવા, એ પણ સારી વસ્તુ નથી; અને દંડ દેવનાશ કરવો, એ પણ એટલી જ ખરાબ વસ્તુ છે. એ રીતે દામ, ભેદ અને દંડને સ્વીકાર ધર્મ કરતો નથી.
ધર્મને અર્થ માત્ર વ્યવહારશુદ્ધિ કરવામાં આવતું હોય, તો એ પણ પર્યાપ્ત નથી. એમાં ધર્મને અંશ છે ખરે, પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ રજૂ થતું નથી. - ધર્મ એટલે સદાચાર, એ વ્યાખ્યા “ભારતવર્ષ એટલે મુંબઈ” એના જેવી છે. ભારતવર્ષમાં એકલું મુંબઈ જ નથી. તેમાં બીજા પણ અનેક શહેરે છે અને પર્વત, નદીઓ, સરોવરે તથા બીજા પણ સંખ્યાબંધ સ્થાને છે. તે જ રીતે ધર્મમાં પણ સદાચાર ઉપરાંત શ્રદ્ધા, જ્ઞાન, ભાવના વગેરે ઘણી વસ્તુઓ છે. વળી સદાચારને અર્થ પણ જુદા જુદા લેકે જુદી જુદી રીતે કરે છે. કેટલાક સવાર-સાંજ નાવું
ધર્મની ઓળખાણ શી? ] ધવું, કેઈને અડવું નહિ એને જ સદાચાર કહે છે, તે કેટલાક બ્રાહ્મણોને જમાડવા, દક્ષિણ આપવી, પીંપળે પાણી રેડવું, ગાયને ઘાસ ખવડાવવું, ભગત-ભીખારીને ભજન કરાવવું એને સદાચાર કહે છે. આથી ધર્મ એટલે સદાચાર, એમ કહેવું વ્યાજબી નથી, પૂરતું નથી.
ધર્મ એટલે પ્રભુભક્તિ, એ વ્યાખ્યાને પણ અપૂર્ણ જ લેખવી જોઈએ. પ્રથમ તે પ્રભુનું સ્વરૂપ અનેક પ્રકારનું માનવામાં આવ્યું છે અને બીજું તેની ભક્તિ કરવાની રીતે વિવિધ પ્રકારની છે, તેથી પ્રભુભક્તિ શબ્દ વડે ખરેખર શું સમજવું? એ કેયડે છે. વળી ધર્મને અર્થ માત્ર પ્રભુભક્તિ કરીએ તો જ્ઞાન, કર્મ (સક્રિયા) વગેરેનો સમાવેશ શેમાં કરવો? એ પ્રશ્ન ઊભો થાય છે. પ્રભુભક્તિને ધર્મનું અંગ માનવામાં કશે જ વાંધો નથી, પણ ધર્મ એટલે પ્રભુભક્તિ એમ કહેવું અયોગ્ય છે. - ધર્મ એટલે દાન, એમ કહેવામાં પણ અવ્યાપ્તિદોષ રહેલે છે. એ વ્યાખ્યા ધર્મનાં બધા અંગેને સ્પર્શતી નથી. દાખલા તરીકે શીલ, તપ અને ભાવ એ પણ ધર્મનાં અંગે જ છે, તે ધર્મને અર્થે દાન કરતાં શી રીતે સમજાય?
ધર્મ એટલે સુવિચાર, એ વ્યાખ્યા પણ ઉપરના જેવી અવ્યાપ્તિદોષવાળી છે. જે કોઈ માણસ આ વ્યાખ્યા પ્રમાણે માત્ર સારા વિચાર કરીને જ બેસી રહે તે તેને ઉદ્ધાર થાય ખરો? સવિચાર સાથે સત્કર્તવ્યની પણ જરૂર છે, પરંતુ તેને સમાવેશ આ વ્યાખ્યામાં થતું નથી. . ,