SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ અસ્મિતાધિકા એમાં એક ઘરડે અને રોગી અને અને બીજે યુવાન નીરોગી બન્યો. આ જોડીએ નદિષેણ મુનિની કેવી આકરી કસોટી કરી, તે હવે જોવાનું છે. મદિષણ મુનિને આજે પારણાને દિવસ હતા, તેઓ પારાણું કરવાની તૈયારી કરતા હતા, ત્યાં પેલે યુવાન સાધુ આવી પહોંચે. તેણે નદિષેણ મુનિને કહ્યું: “હે ભદ્ર! આ નગરની બહાર અતિસારના રેગવાળા એક ઘરડા મુનિ ક્ષુધા અને તૃષાથી પીડાય છે અને તું તે અહીં પારણું કરવા બેસી ગયો. શું તારી પ્રતિજ્ઞાનું તને સ્મરણ છે ખરું?’ - આ શબ્દ સાંભળતાં જ નદિષેણ મુનિએ પારાનું કરવાનું મુલતવી રાખ્યું અને શુદ્ધ પાણી વહેરી લાવીને તેઓ નગર બહાર મુનિ વાળી જગાએ આવ્યા. તેમને જોતાં જ પેલા ઘરડા સાધુ તાડુકડ્યાઃ “અરે અધમ ! હું અહી આવી અવસ્થામાં પડ્યો છું અને તું ઝટપટ પારણું કથા બેસી ગયે, તેથી તારી વિયાવૃત્યની પ્રતિજ્ઞાને ધિક્કાર છે!” તમે સેવામંડળ સ્થાપિ છે અને સેવા કરવાની પ્રતિજ્ઞા લે છે, પણ કેઈ બે શબ્દો કડવા કહે તે કેટલા તાપી જાઓ છો ? “તમારા બાપના નોકર નથી. એક તે મફત કામ કરીએ અને ઉપરૅથી આવા શબ્દો સંભળાવો છો તે હવે અમારે આ મંડળમાં રહેવું નથી. અમે અત્યારે જ એમાંથી રાજીનામું આપીએ છીએ.' એમ કહીને તમે રાજીનામું આપે છે, પણ નદણ મુનિ આ ક્રૌધવાળા શબ્દો સાંભળીને પિતાનાં સેવાવ્રતનું રાજીનામું આપે-એવા ન હતા. ધર્મી આવશ્યક્તા ], તેઓ સાચા ક્ષમાશ્રમણ હતા, એટલે તેમણે ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભ, શૌચ, સંતોષ, દયા વગેરે ગુણે જીવનમાં બરાબર ઉતાર્યા હતા. તેમણે શાંતિથી કહ્યું: “હે મુનિવર ! આપ મારા અપરાધને ક્ષમા કરે. હવે હું તમને છેડી જ વારમાં તૈયાર કરી દઈશ. મારી સાથે હું શુદ્ધ પાણી લેતા આ છું.” કે ? - પછી તે મુનિને પાણી પીવડાવ્યું અને તેમનાં કપડાં શરીર વગેરે સાફ કરીને બેઠા થવા કહ્યું, ત્યાં મુનિએ ફરી તાડુકીને કહ્યું : “અરે મૂર્ખ ! તું જ નથી કે હું કેટલે અશક્ત છું? આ હાલતમાં કેમ કરીને બેઠે થાઉં?”, , ફ, નદિષેણુ સૃનિએ આ શબ્દો શાંતિથી સાંભળી લીધા. પછી પિલા મુનિને કહ્યું : “હું આપને હમણાં જ બેઠા કરું છું.” અને તેમને ધીમેથી બેઠા કર્યા તથા વિનયથી જણાવ્યું કે “હે મુનિવર ! જે આપની ઈચ્છા હોય તો હું આયને નગરમાં લઈ ચાલું. ત્યાં આપને વધારે શાતા રહેશે.' - મુનિએ કહ્યું: “એમ ડીક લાગે તો એમ કર. એમાં ""નદિષણ મુનિએ તેમને પિતાના ખભા પર બેસાડ્યા અને ધીમે ધીમે ચાલવા માંડ્યું. નિરંતર તપશ્ચર્યા કરવાથી નદિષેણ મુનિનું શરીર દુર્બળ બની ગયું હતું, એટલે તેઓ ધીમે ધીમે ચાલતા હતા અને જોઈ જોઈને ડગલું ભરતા હતા, પણ પેલા અનાવટી સુનિને તો પરીક્ષા જ કરવી હતી, એિટલે તેમણે થીમે ધીમે પોતાનું દ્રજંત વધારવા માંડ્યું
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy