SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ [ ત્મતત્ત્વવિચાર આખરે કેવા થાય છે, તે તમે જાણતા જ હશો. તેમને પિતા-પૈસા માટે ટળવળવું પડે છે અને સગાંસંબંધીઓ કે લાગતાવળગતાની દયા પર નભવું પડે છે. ખરેખર ! તેમની ' હાલત બહુ કફોડી થાય છે. બીજી બાજુ જે મનુષ્પો પિતાની મૂડી વાપરે છે, પણ તેમાં જ થોડો થોડો ઉમેરે કરતા રહે છે, તેમની મૂડી કદી ખલાસ થતી નથી. આથી તેઓ બધે વખત સુખી રહી શકે છે અને પિતાની લાજઆબરૂ જાળવી શકે છે. સુજ્ઞ મનુષ્ય આ બીજી હાલતને જ . પસંદ કરે છે. તે પછી મનુષ્યનું કર્તવ્ય એ જ રહે કે તેણે રાજ ધર્મ કરતા રહે અને પિતાની પુણ્યની મૂડીમાં • વધારો કરવો. ' ' - તમે કહ્યું કે “ધર્મ વિના જીવનમાં કંઈ અટકી પડતું - નથી. પણ મોટરમાં પેટ્રોલ ભર્યું હોય ત્યાં સુધી જ તે મોટર ચાલે છે, પછી અટકીને ઊભી રહે છે. તે જ રીતે જ્યાં સુધી મનુષ્યનું પુણ્ય પહોંચતું હોય, ત્યાં સુધી બધાં -અમનચમન અને સુખસાહ્યબી જણાય છે, પણ એ પુણ્ય ખલાસ થયું કે તે બધાને એકાએક અંત આવી જાય છે. ધર્મની આવશ્યક્તા ] ૨૨૧ ગણાય છે કે જેને વધારેમાં વધારે ઉપયોગ ધર્મનાં આરાધન અર્થે થયે હોય. આજે તમે કેનાં નામ યાદ કરે છે? ધર્મનું આરાધન કરનારાઓનાં કે નહિ કરનારાઓનાં?. જેઓ ધર્મનું યથાવિધિ સુંદર આરાધન કરે છે, તેમને દે પણ નમસ્કાર કરે છે. નંદિષેણ મુનિની કથા સાંભળે, એટલે તમને આ વાતની ખાતરી થશે. . . . ધર્મારાધન પર નદિષેણ મુનિની -... નદિષેણ મુનિ ઉત્કટ ત્યાગી અને તપસ્વી હતા. તેઓ કાલક્રમે ગીતા બન્યા હતા અને તેમણે સાધુઓનું, વૈિયાવૃત્વઝ કરવાનો અભિગ્રહ કર્યો હતો. આ અભિગ્રહ. પ્રમાણે તેઓ બાલ, શૈક્ષ્ય, ગ્લાન વગેરે મુનિઓનું અનન્ય મને અદ્ભુત વૈયાવૃત્ય કરતા હતા. તેમના આ અભિગ્રહની. વાત સર્વત્ર પ્રસરી ગઈ હતી અને તેની સુવાસ દેવલોકમાં. પણ પહોંચી હતી. આ . એક દિવસ ઈંદ્ર મહારાજે દેવસભામાં નદિષેણ મુનિનાં અદૂભુત વૈયાવૃત્યની પ્રશંસા કરી. તે એક દેવથી સહન થઈ નહિ. દેવમાં પણ મત્સર, અસૂયા વગેરે દે હોય છે.. આ દેવે નદિષેણ મુનિની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. દેવો ક્ષણમાત્રમાં મનધાર્યું રૂપ કરી શકે છે અને આંખના પલકારામાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય છે.. આ દેવ, નદિષેણ મુનિ જે ગામમાં વિરાજતા હતા, તેની ભાગોળે આવ્યો અને ત્યાં બે સાધુનાં રૂપ કર્યા. તે બે સાધુ ૪ સેવા - કૃષા. .. પુણ્ય-વિવેક-પ્રભાવથી, નિશ્ચય લક્ષમીનિવાસ; - જ્યાં લગી તેલ પ્રદીપમાં, ત્યાં લગી જ્યોતિ પ્રકાશ. . શું આ વાત માનવાને તમે તૈયાર નથી? . મહાનુભાવ! જીવન સહનું પૂરું થઈ જાય છે, કેઈનું વહેલું અને કેઈનું મોડું. પણ તેજ જીવન સાર્થક
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy