________________
કર્મની નિર્જરા ]
૧૯
[ આત્મતત્ત્વવિચાર હુકમ મુજબ ત્યાં લીલાં લાકડાં અને અમુક વનસ્પતિને સળગાવી તેને ધૂમાડે કરવામાં આવ્યો. આ ધૂમાડે બહુ જોરદાર હતું, એટલે ચેરની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી અને તેની સાથે પેલું અંજન દેવાઈને નીકળી ગયું. - જેની તાકાતથી પિતે અદશ્ય થતું હતું, તે વસ્તુ ચાલી ગઈ, એટલે તે દૃશ્ય થયે, સહુનાં જોવામાં આવ્યું અને રાજસેવકેએ તેને પકડી લીધે. રાજાએ તેને ભયંકર તિરસ્કાર કર્યો અને શૂળીની સજા ફરમાવી, તથા મંત્રીને મોટું ઈનામ આપ્યું. . કહેવાનું તાત્પર્ય એ છે કે અદ્રશ્ય વસ્તુઓ નજરે જોઈ શકાતી નથી, પણ તેને યુક્તિથી પકડી શકાય છે અને દૂર પણ કરી શકાય છે. -
કર્મને કાઢવાનો ઉપાય - કમને દૂર કરવા માટે તેને પકડવાની જરૂર નથી, પણ એ કઈ ઉપાય અજમાવવો જોઈએ કે જેની અસરને લીધે તે પોતે આત્માથી છૂટા પડી જાય. આ ઉપાય મહાપુરુષએ આપણને બતાવ્યું છે. તેઓ કહે છે?
मलं स्वर्गगतं. बहिहंसः क्षीरगतं जलम् । . यथा पृथक्करोत्येव, जन्तोः कर्ममलं तपः ॥
જેમ સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ જુદો પાડે છે, તથા દૂધમાં રહેલાં જલને હંસ જુદું પાડે છે, તેમ પ્રાણીએના આત્મામાં રહેલાં કર્મના મેલને તપ જુદા પાડે છે.”
જો તમે કઈ ફેજદારી ખટલામાં સંડોવાયા છે અને તેમાંથી બચી શકે તેમ ન હ તે કઈ સોલીસીટર કે બેરિસ્ટર પાસે જાઓ છે અને બચાવના ઉપાય માટે તે કહે તેટલા પૈસા આપે છે, અથવા તમારાં કારખાનામાં કઈ માલ બગડી જતા હોય તે તેને બચાવવાનો ઉપાય મેળવવા માટે તમે નિષ્ણાતોનું ગજવું ભરી દે છે. અથવા તમને કઈ ભયંકર રેગ ખૂબ ખૂબ પીડા ઉપજાવી રહ્યો હોય તે તેને દૂર કરનારા ઉપાય માટે તમે તમારી અર્ધી મિલકત ખર્ચી નાખે છે. તે કર્મનાં બંદિખાનામાંથી છોડા- ' વનાર, સમસ્ત જીવન બગડી જતું અટકાવનાર અને ભવરેગમાંથી મુક્ત કરનાર આ ઉપાયનું મૂલ્ય શું ચૂકવશે ? મહાપુરુષે તે પરોપકારનાં પણુવાળા હોય છે, એટલે તેઓ તમારી પાસેથી કઈ મૂલ્યની આશા રાખતા નથી, પણ એટલું જરૂર છે છે કે તમે આ ઉપાયને પૂરી નિષ્ઠાથી અજમા અને વહેલી તકે ભવપરંપરામાંથી મુક્ત થાઓ. છે કઈ એમ માનતું હોય કે “તપ તે નવાં બંધાયેલાં કર્મને છૂટાં પાડતું હશે, બહુ જૂનાં થઈ ગયેલાં કર્મ પર તેની અસર થતી નહિ હોય.' તે મહાપુરુષોએ એ ભ્રમ ભાંગે છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “મોરીલંવિર્ય જન્મ તવના નિકારિકન-કોડ ભવમાં સંચિત કરેલું કર્મ : તપ વડે નિરાય છે, ક્ષય પામે છે.”
- આનો અર્થ એ થયો કે અત્યારે જેટલાં કર્મો સત્તામાં છે, તે બધાને ક્ષય કરવો હોય તે તપનો આશ્રય લેવા-જોઈએ.
'
, "