________________
૧૮૩ યુવાનીને દીવાની કહી છે, તે ખોટું નથી. એ વખતે વિષયનો વેગ ઘણો હોય છે અને તેને કાબૂમાં રાખવામાં ન આવે તે દીવાનાની જેમ અનેક પ્રકારનાં અનર્થકારી કામો કરી બેસે છે. યુવાન સ્ત્રી સાથેનો એકાંત પરિચય પણ એટલો જ ખતરનાક છે. દારૂ અને અગ્નિને સંગ થાય તે ભડાકો થયા વિના રહે નહિ, તેમ યુવાન સ્ત્રી - સાથેને એકાંત પરિચય વધે, તે અનર્થ થયા વિના રહે નહિ.
૧૮૨
[ આત્મતત્ત્વવિચાર માતાના આ શબ્દો કપિલનાં હદય સોંસરવા નીકળી ગયા. તેણે તે જ દિવસે વિદ્યાભ્યાસ કરવાને દૃઢ નિશ્ચય કર્યો અને અનુક્રમે શ્રાવસ્તી નગરીએ જઈ પહોંચ્યો. તે
શ્રાવસ્તીના ઇંદ્રદત્ત ઉપાધ્યાય દેશવિદેશમાં જાણીતા હતા, એટલે તેમને ત્યાં હજારો વિદ્યાર્થી ભણવા આવતા હતા. તેમાં જેઓ બે પૈસે સુખી હતા, તેઓ પદરને ખર્ચ કરતા અને બાકીના માધુકરીથી પિતાનું કામ નભાવી લેતા. આગળ માધુકરી કરીને અભ્યાસ કરે, એમાં નાનમ લેખાતી ન હતી. કપિલ ઇંદ્રિદત્ત ઉપાધ્યાયની પાઠશાળામાં દાખલ થયે.
કપિલે થોડા વખત માધુકરી કરીને પિતાનું કામ ચલાવ્યું, પણ તેમાં સમય વિશેષ જતો હોવાથી એક બીજી યોજના વિચારી. તે એક શ્રીમંત ગૃહસ્થ પાસે ગયો અને બધી હકીકત કહી ભેજનની સગવડ કરી આપવાની વિનંતિ કરી. એ દયાળુ શ્રીમતે બાજુમાં મનેરમા નામની એક વિધવા બ્રાહ્મણી હતી, તેને ત્યાં તેને ભેજનની સગવડ કરી આપી. પેલા શ્રીમંત તરફથી મનોરમાને ત્યાં જ બે જણનું સીધું પહોંચવા લાગ્યું. - મનોરમા રઈ બનાવે અને કપિલ ત્યાં આવીને જમી જાય. આ સગવડથી કપિલને વિદ્યાભ્યાસમાં સારી મદદ મળી, પણ બીજી બાજુ એક અનર્થ પેદા થયો. મનોરમા બાળવિધવા હતી, તેણે સંસારનો લ્હાવો લીધે ને ટે હતે, તેનું મન કપિલ તરફ આકર્ષાયું અને તેણે ધીરે ધીરે એવી જાળ પાથરી કે કપિલ તેમાં આબાદ ફસાઈ ગયે.
- કાળક્રમે મનોરમાં ગર્ભવતી થઈ અને પૂરા દિવસો જવા લાગ્યા, ત્યારે ચિંતા થઈ કે હવે સુવાવડનો ખર્ચ શી રીતે મેળવીશું? અને જે ત્રીજે જીવ આવશે, તેનું પાલન પણ શી રીતે કરીશું? મનોરમાએ એનો રસ્તો બતાવ્યો કે આ ગામનો રાજા, જે બ્રાહ્મણ સવારમાં વહેલે આશીર્વાદ આપે તેને બે માસા સોનું દક્ષિણામાં આપે છે, માટે ત્યાં વહેલા જઈ આશીર્વાદ આપી, બે માસા સોનું લઈ આવો. તેનાથી આપણું કામ થઈ જશે.
'
બીજે દિવસે કપિલ સવારે ઉઠીને રાજમહેલે ગયો, ત્યાં કઈ વિપ્રે આવીને આશીર્વાદ આપી દીધું હતું અને બે માસા સોનાની દક્ષિણ મેળવી લીધી હતી. કપિલે ત્રીજા દિવસે પ્રયત્ન કર્યો તે તેમાં પણ સફળતા મળી નહિ. આ રીતે લાગલગાટ તે આઠ દિવસ ગયે, પણ કઈને કઈ ભૂદેવ વહેલે આવી આશીર્વાદ આપી બે માસા સોનાની દક્ષિણુ લઈ જતો. આથી કપિલ કંટાળ્યો અને તેણે ખૂબ વિહેલા ઉઠી રાજમહેલમાં પ્રથમ પહોંચી જવાનો નિર્ણય કર્યો.