________________
૧૮૦
[ આત્મતત્ત્વવિચાર ગુણસ્થાન કહેવાય છે. નિવૃત્તિ એટલે અધ્યવસાયની ભિન્નતા, તે અહીં હોતી નથી, એટલે તેને અનિવૃત્તિ વિશેષણ લગાડેલું છે. આ ગુણસ્થાને સમકાળે આવેલા સર્વ જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. બીજે સમયે પણ સર્વજીના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. એ પ્રમાણે દરેક સમયમાં અનુક્રમે અનંતગુણ વિશુદ્ધ એવા અધ્યવસાયે સરખા જ હોય છે. દેશમાં ગુણસ્થાનની અપેક્ષાએ અહીં કષાય બાદર હોય છે, તેથી અનિવૃત્તિ પછી બાદર વિશેષણ લગાડેલું છે.
છેઆ ગુણસ્થાનમાં ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિનું કામ આગળ વધે છે, તેથી મેહનીયકર્મની વીશ પ્રકૃતિઓને ઉપશમ કે ક્ષય થાય છે, આગળ બીજી સાત પ્રકૃતિઓને ઉપશમ કે ક્ષય થયેલ છે, એટલે અહીં એક સંજવલન લેભ જ બાકી રહે છે.
(૧૦) સૂમસં૫રાયગુણસ્થાન આત્મા સ્થૂલ કષાયથી સર્વથા નિવૃત્તિ પામ્યા હોય, પણ સૂક્ષ્મ સંપાય એટલે સૂમ કષાયથી યુક્ત હોય, એવી આત્માની અવસ્થા વિશેષ તે સૂમસં૫રાયગુણસ્થાન,
ખ્યાલમાં રાખજો કે કષાયે દશમાં ગુણસ્થાન સુધી આત્માને છેડતા નથી. આ કષામાં લેભનું બળ વધારે હોય છે. તેને મારી હઠાવવા માટે ભારે પુરુષાર્થ કરે પડે છે. લેભથી આત્માની હાલત કેવી થાય છે, તે અહીં તેમને એક કથા દ્વારા જણાવીશું. "
. -
ગુણસ્થાન]..
મહર્ષિ કપિલની કથા કપિલ રાજપુરોહિતને પુત્ર હતા, પણ નાનપણમાં કંઈ ભો નહિ. તેણે બધે વખત રખડપટ્ટીમાં જ ગાળ્યો. જ્યારે તેના પિતા મરણ પામ્યા, ત્યારે પુરહિતપણું બીજા બ્રાહ્મણ વિદ્વાનને ગયું. આ નવો પુરોહિત એક વાર તેનાં ઘર આગળથી નીકળ્યો, ત્યારે તેણે કસબી વસ્ત્રો પહેરેલાં હતાં, માથે મખમલનું છત્ર હતું, બે બાજુ દૂધ જેવા શ્વેત ચામર વીંઝાઈ રહ્યા હતાં અને તે એક જાતિવંત ઘોડા પર સવાર થયેલે હતે.
કપિલની માતા યશાને આ જોઈ ઘણું લાગી આવ્યું, જે મારે પુત્ર ભર્યો-ગર્યો હતો તે આ સાહેબી તેને મળત.” તે આ વિચાર કરતાં ખૂબ લાગણીવશ બની ગઈ, એટલે ઘરમાં જઈ ડૂસકે ડૂસકે રડવા લાગી. એવામાં કપિલ રખડીને ઘરમાં આવ્યું અને માતાને રડતી જોઈને પૂછવા લાગ્યો કે “માતા ! તું કેમ રડે છે? તારું માથું દુખે છે? પિટ દુઃખે છે? કહે તે વૈદને બોલાવી લાવું.”
ત્યારે માતાએ મોટે નીસા નાખે અને કપાળ ફૂટીને કહ્યું: “ભાઈ! મારું માથું કે પેટ દુખતું નથી, પણ તારી આ અભણ અવસ્થા સાલે છે. જે તું ભણ્યો-ગો હોત ને પંડિત થયું હોત તે તારા પિતાને સ્થાને આવત અને આપણે માનમરતબે જળવાઈ રહેત. આજે આપણાં ઘર પાસેથી નવ પુરોહિત નીકળ્યું હતું, તેને ઠાઠ જ હેત તો તને ખબર પડત કે પંડિતાઈનું કેવું માન હોય છે'