________________
નમસ્કાર અનાદિ કાલને છે.
આત્મતત્ત્વવિચાર
બીજો ખંડ [ચાલ]
- “જે જૈન ધર્મ અનાદિ છે, તે અરિહંતે અનાદિ ખરા કે નહિ? જે અરિહંતે ન હોય તે ધર્મનું પ્રવર્તન ન થાય, માટે તેમને પણ અનાદિ જ માનવા પડે. હવે અરિહંતે નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય છે, તેમ જ જે જીવો પિતાનાં સકલ કમ ખપાવે છે, તે પણ સિદ્ધ થાય છે, એટલે સિહોને પણ અનાદિ જ માનવા પડે. આ વાત તમારાં અંતરમાં લખી રાખો કે સિદ્ધશિલાની ઓપનીંગ સેરીમની એટલે ઉદ્ઘાટન ક્રિયા કેઈના હાથે થઈ નથી. એ સ્થાન તે અનાદિ કાળથી ત્યાં જ છે અને મુક્ત જીવોને પિતાના અગ્રભાગે સ્થાન આપી રહેલ છે. ત્યાં ગમે તેટલા જીવો ભેગા થાય તે પણ સંકડાશ પડે એમ નથી, કારણ કે જીવ સ્વભાવે અરૂપી છે, એટલે એક સ્થાનમાં ગમે તેટલી સંખ્યામાં રહી શકે છે.
અરિહંત નિયમો ધર્મતીર્થને સ્થાપનારા હોય છે, એટલે સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકા વગેરેને પણ અનાદિ કાળના જ માનવા પડે. હવે વિચાર કરે કે જ્યાં સાધુ-સાધ્વીને વિશાળ સમુદાય હોય ત્યાં આચાર્ય અને ઉપાધ્યાય હોય કે નહિ? જે આચાર્ય ન હોય તે ગ૭ને સાચવે કાણું અને સાધુઓની સારણું–વારણું–ચેયણ-પતિચેયણા કરે કોણ? વળી ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગીનું જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક સ્વરૂપ સમજાવે કેણુ? તાત્પર્ય કે સાધુઓને અનાદિ માનીએ તેની સાથે આચાર્ય તથા ઉપાધ્યાયને પણ અનાદિ જ માનવા પડે. હવે પંચપરમેષ્ટિ હોય ત્યાં તેમને નમસ્કાર કરવાની ક્રિયા હોય કે નહિ? તેને વિચાર કરે.”
નમસ્કાર-મહિનામાંથી
xxxxx