________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૭
દરેક ઇન્દ્રિયના દ્રવ્ય અને ભાવથી એ પ્રકાશ છે, એટલે દ્રવ્ય સ્પર્શીનેન્દ્રિય અને ભાવ ૫નેન્દ્રિય, દ્રવ્ય રસનેન્દ્રિય અને ભાવ રસનેન્દ્રિય, એમ બધી ઇન્દ્રિયામાં સમજી લેવાનું છે. દ્રવ્યેન્દ્રિયમાં એ વિભાગેા હોય છે. તેમાંના એક ભાગને નિવૃત્તિ કહેવામાં આવે છે અને બીજાને ઉપકરણ કહેવામાં આવે છે. આ નિવૃČત્તિ અને ઉપકરણના પણ માહ્ય અને અભ્યતર એમ અમે વિભાગેા છે, એટલે ખાદ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, બાહ્ય ઉપકરણ અને અભ્યતર ઉપકરણ એમ કુલ ચાર વિભાગેા થાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયને બાહ્ય નિવૃત્તિ હાતી નથી.
ઇન્દ્રિયની દૃશ્ય આકૃતિને નિવૃત્તિ કહેવાય છે. એ રીતે જીભ એ રસનેન્દ્રિયની ખાદ્ય નિવૃત્તિ છે, નાક એ ઘ્રાણે ન્દ્રિયની ખાદ્ય નિવૃત્તિ છે, આંખ એ ચક્ષુરિન્દ્રિયની માહ્ય નિવૃત્તિ છે અને કાન એ શ્રોત્રેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ છે. તે જુદા જુદા પ્રાણીએને જુદા જુદા પ્રકારની હાય છે.
ચામડી, જીભ, નાક, આંખ, કાન વગેરેના ચેસ સસ્થાનામાં રહેલા પુદ્ગલેાના આકાવિશેષને અભ્ય તર નિવૃત્તિ કહેવામાં આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ જુદા જુદા પ્રાણીઓનાં શરીર પ્રમાણે હોય છે, રસનેન્દ્રિયની અભ્ય ંતર નિવૃત્તિ ક્ષુરપ્ર એટલે અસ્ત્રાના આકારે હોય છે, ઘ્રાણેન્દ્રિયની અભ્ય ́તર નિવૃત્તિ અતિમુક્તક લ કે પડઘમના આકારે હાય છે, ચક્ષુરિન્દ્રિયની અભ્યંતર નિવૃત્તિ મસુરની દાળના આકારે હોય છે; અને શ્રોત્રેન્દ્રિયની અભ્યાંતર નિવૃત્તિ કદમના પુષ્પ જેવી ગેાળારૂપ હોય છે.