________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
છે. જેમ મહેલમાં રહેનારા અને મહેલ એક નથી તેમ દેહમાં રહેનારા અને દેહ એક નથી. તરવારને મ્યાનમાં રહેલી જોઈને કાઈ તરવાર અને મ્યાનને એક જ સમજી લે તા આપણે કેવા કહીશું? તરવાર અને મ્યાન એ એ જુદી જુદી વસ્તુઓ છે એ તા એક નાનુ છેાકરૂ પણ જાણે છે.
દેહાત્મવાદીઓની લીલા.
૩૭
આમ છતાં કેટલાક મનુષ્યા દેહને જ આત્મા માનવાનું વલણ ધરાવે છે અને તે માટે કેટલીક દલીલેા આગળ ધરે છે. એટલે તેની અહીં સમીક્ષા કરશુ. તેઓ કહે છે કે ‘પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચભૂતના ’ સચાગેાથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે દ્વારા આ શરીરનું કામ ચાલે છે, એટલે ચૈતન્યની ઉત્પત્તિનું સ્થાન દેહ છે, અને ચૈતન્યવાળી વસ્તુને જ આત્મા કહેવાતા હાય તા એ દેહથી ભિન્ન નથી.
વૈજ્ઞાનિકા પ'ચભૂતની જગાએ બીજા પદાર્થોના નામ લે છે, પણ તેમના કહેવાની મતલખ તા એજ છે કે જડ પદાર્થોના સચૈાગથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને તેથી જ શરીરની સર્વ ક્રિયા ચાલે છે.
* દેહ અને આત્માની ભિન્નતા દર્શાવવા માટે આ દૃષ્ટાંત ઉપયાગી છે. પરંતુ જૈન દર્શન અનેકાન્તવાદી હાવાથી દેહને આત્માથી સર્વથા ભિન્ન માનતું નથી. તેને આત્માથી સંબંધિત માને છે, એટલે દેડ આત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પશુ છે; અર્થાત ભિન્નાભિન્ન છે.
× કેટલાક ભૂતની સંખ્યા ચારની પણુ માને છે. તેમના મતે આકાશ એ ભૂત નથી.