________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૩૫
કરી. પણ જોઈએ તેટલી કિંમતમાં સારો પાડ મળે નહિ, આથી તેણે ઘરમાં રહેલા પાડાનું બલિદાન દેવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે પાડાનું બલિદાન દેવાયું અને તેનું માંસ પકવીને સગાંવહાલાંઓને જમાડવાની તૈયારી કરી. ત્યાં પેલી ફતરી ઘરમાં આવી અને એઠાં વાસણ પડયાં હતાં, તે ચાટવા લાગી. આથી મહેશ્વરદત્તને ક્રોધ આવ્યો અને તેણે પાસે પડેલી લાકડીને છૂટો ઘા કર્યો. આથી કૂતરીની કમર તૂટી ગઈ અને તે બૂમ પાડતી બહાર ચાલી ગઈ.
હજી સગાંવહાલાઓને આવવાની ડીવાર છે, એટલે મહેશ્વરદત્ત પિતાના બાલપુત્રને તેડી બારણામાં ઉભે છે અને તેને વારંવાર ચુંબન ભરી પ્યાર કરે છે. એવામાં ત્યાંથી કઈ જ્ઞાની મહાત્મા નીકળ્યા. તેમણે આ દશ્ય જોઈ માથું ધૂણાવ્યું. તે મહેશ્વરદત્તના જોવામાં આવ્યું, એટલે તેણે વંદન કરીને પૂછયું કે “મહારાજ! અહીં એવું શું બની ગયું કે જેથી આપને મસ્તક ધૂણાવવું પડયું ?”
મહાત્માએ કહ્યું કે “ભાઈ ! આ વાત કહેવા જેવી નથી, છતાં તારી ઈચ્છા હોય તે મને કહેવામાં હરકત નથી.”
મહેશ્વરદત્તે કહ્યું: “તે મને જરૂર સંભળાવે.”
મહાત્માએ કહ્યું: “હે ભદ્ર! આજે તું તારા પિતાનું શ્રાદ્ધ કરે છે અને તે માટે તે એક પાડાને વધ કર્યો છે, એ પાડો તારે પિતા પિતે જ છે. મરતી વખતે હેરમાં વાસના રહી જવાથી તે તારે ત્યાં જ ઉત્પન્ન થયે હતે.
આ શબ્દ સાંભળતા જ મહેશ્વરદત્તને કંપારી આવી