________________
૩૨
આત્મતરવવિચાર
ઓસડસડ કરવા છતાં સારો થયે નહિ. ઓસડસડ પણ આયુષ્ય હોય તે જ લાગુ પડે છે. પિતાને અંતસમય નજીક આવેલે જાણી તે ચિંતા કરે છે કે મારી પત્નીનું શું થશે? મારા પુત્રનું શું થશે ? મારા કુટુંબ પરિવારનું શું થશે ? અને મેં જે ઢેરે ખૂબ મમતાથી પાળ્યા છે, તેનું પણ શું થશે.” તેને ચેન પડતું નથી, ખૂબ અકળાય છે. આ જોઈ મહેશ્વરદત્તે કહ્યું કે “પિતાજી! આપની કંઈ ઈચ્છા હેય તે જણ. તે હું પૂરી કરીશ. આપ કોઈ પણ જાતની ફિકર કરશે નહિ.” ત્યારે પિતાએ કહ્યું કે “બેટા ! તું ડાહ્યો છે અને ખૂબ કામગરો છે, એટલે કુટુંબનું પાલનપોષણ સારી રીતે કરીશ, પણ હવે સમય બારીક આવ્યા છે, માટે ખર્ચ કરવામાં સાવધાની રાખજે અને આપણી ભેંસની સારસંભાળ બરાબર કરજે. મેં તેમને બહુ મમતાથી ઉછેરી છે અને બીજી એક વાત એ કે આપણાં કુળમાં શ્રાદ્ધને દિન આવતાં એક પાડાનું બલિદાન દેવાય છે, તે ભૂલતે નહિ.” | આટલું કહી પિતા મરણ પામ્યા. અંત સમયે પ્રાણીએની જેવી મતિ હોય છે, તેવી જ ગતિ થાય છે, એટલે મૃત્યુ બાદ તે પિતાની એક ભેંસના પેટે પાડારૂપે અવતર્યો”
થોડા વખત પછી મહેશ્વરદત્તની માતા પણ બિમાર પડી અને તે પણ “મારું ઘર, “મારું કુટુંબ” “મારી લાજ” મારે વહેવાર” એમ “મારું મારું” કરતાં મરણ પામી, એટલે કૂતરી તરીકે જન્મ પામી અને મહેશ્વરદત્તનાં ઘરની આસપાસ રહેવા લાગી.