________________
આત્મતરવવિચાર
બંધ કર્યો છે. આ સંયોગમાં તેઓ આત્મા, કર્મ કે ધર્મ સંબંધી શું જાણી શકે ? તેમને બે ઘડી તમારી પાસે બેસાડીને આત્મા સંબંધી વાત કરજે અને અહીં જે કંઈ કહેવાયું છે, તે તેમનાં ગળે ઉતારજે. “કુરસદ નથી” “શું કરીએ ?” એમ કહીને છૂટી ન જતા. જાણે છે ને કે સ્વજનેને ધર્મને ઉપદેશ કરે એ શ્રાવકનું કર્તવ્ય છે ! જે ગૃહસ્થ પિતાના પગવગને ધર્મને ઉપદેશ કરતા નથી, તે પિતાની સાચી ફરજ બજાવતા નથી.
આત્મા છે” એમ માનવાથી જ તમારું કામ પૂરું થઈ જતું નથી. એ તે પાશેરામાં પહેલી પૂણી છે. એક માણસ મુંબઈ આવે, પણ તેના કેઈ વિભાગ કે લત્તાથી પરિચિત ન હોય તે મુંબઈમાં છૂટથી હરી ફરી શકે નહિ, તેમજ તેની મોજ માણી શકે નહિ. એ રીતે જેઓ “આત્મા છે” એટલું જ જાણે, પણ તેનું સ્વરૂપ જાણે નહિ, તેના ગુણોથી પરિચિત થાય નહિ, તે આત્મગુણેને વિકાસ શી રીતે કરી શકે? આત્મસુખને સાચે આસ્વાદ શી રીતે માણી શકે ? એટલે આત્માનું સ્વરૂપ વિશેષ પ્રકારે સમજવાની જરૂર છે.
હું એટલે મારો દેહ” એમ સમજીને તમે વ્યવહાર ચલાવે છે અને તેની આળપંપાળમાં લાગ્યા રહે છે. એ આળપંપાળ આડે, તમને નથી તે તત્વની કોઈ વિચારણું સ્કુરતી કે નથી તે ધર્મનું આરાધન કરવાની ફુરસદ મળતી, પણ આ રીતે જીવન ગાળનારના હાલ કેવા થાય છે? તે જુએ.