________________
આત્માનું અસ્તિત્વ
રાજાએ કહ્યું: “જીવ અને શરીર જૂદા નથી, પણ એક જ છે, એવા નિર્ણય પર હું શાથી આવ્યા, તે સાંભળો. મારા દાદા આ નગરીને જ રાજા હતા. તે ઘણે અધાર્મિક હતું અને પ્રજાની બરાબર સારસંભાળ પણ કરતો ન હતો. તે તમારા મત પ્રમાણે તે મરણ પામીને કેઈ નરકમાં જ ગયેલો હોવો જોઈએ. મારા દાદાને હું વહાલ પૌત્ર છું. તેને મારા પર ઘણું હેત હતું. હવે તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જૂદા હેય અને તે મરીને નરકમાં ગયે હોય તે મને અહીં આવીને એટલું તે જણાવે ને કે “તું કોઈ પણ પ્રકારને અધમ કરીશ નહિ, કારણ કે તેનાં ફળ રૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુઃખો ભેગવવા પડે છે. પણ તે હજી સુધી કોઈ વાર મને કહેવા આવ્યો નથી, માટે જીવ અને શરીર એક જ છે અને પરલોક નથી, એવી મારી માન્યતા બરાબર છે.”
આચાયે કહ્યું : “હે પ્રદેશી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે. એ રૂડી-રૂપાળી રાણી સાથે કોઈ રૂડો રૂપાળ પુરુષ માનવીય કામસુખને અનુભવ કરતો હોય તે એ કામુક પુરુષને તું શું દંડ કરે?”
રાજાએ કહ્યું: “હે ભંતે! હું એ પુરુષને હાથ કાપી નાખું, પગ છેદી નાખ્યું અને તેને શૂળીએ ચડાવી દઉં, અથવા એક જ ઘાએ તેને જાન લઉં.”
આચાર્ય: “હે રાજન એ કામુક પુરુષ તને એમ કહે કે “હે સ્વામી! ઘડીક ભી જાઓ, હું મારા કુટુંબીઓ