________________
આત્માનું અસ્તિત્વ
આત્માનાં અસ્તિત્વ અંગે પ્રદેશી રાજાનો પ્રબંધ જાણવા જે છે. એ તમે એકાગ્રચિત્તે સાંભળશે, તે આત્માનાં અસ્તિત્વ સંબંધી તમારાં મનના સર્વ સંશય દૂર થઈ જશે.
પ્રદેશી રાજાનો પ્રબંધ. તેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની પરંપરામાં કેશીકુમાર નામના શ્રમણ થયા. તેઓ શાંત, દાંત, મહા તપવી તથા અવધિ જ્ઞાનથી યુક્ત હતા. ભવ્ય જનેને પ્રતિબોધ કરતાં તેઓ એકદા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને લોકોને કલ્યાણનો સાચો માર્ગ બતાવ, એ ત્યાગી સંતનું કર્તવ્ય છે.
કેશીકુમાર શ્રમણની ખ્યાતિ આ પ્રદેશમાં ખૂબ ફેલાયેલી હતી, એટલે અનેક લકે તેમનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. તેમાં કાર્ય પ્રસંગે શ્રાવસ્તી આવે
તામ્બિકા નગરીના રાજાને પરમ વિશ્વાસુ ચિત્ર નામે સારથિ પણ સામેલ હતા.
આચાર્ય મહારાજનું–ગુરુ મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પણ કેટલીક એગ્યતા જોઈએ છે. એક કવિએ કહ્યું છે કે –
પ્રથમ શ્રેતા ગુણ એહ, નેહ ધરી નયણે નિરખે; હસિત વદન હુંકાર, સાર પંડિતગુણ પરખે,
* ઉતરાધ્યયનસૂત્રનું ૨૩ મું અધ્યયન કેશગૌતમીય નામનું છે. તેમાં કેશિકુમાર અને ગૌતમસ્વામી વચ્ચે થયેલા એક સુંદર સંવાદની નેંધ છે.