________________
આત્મતત્વવિચાર
-~
~
~
~~
~~
~~~
~
~~~
~~
~~~
~
~
~
~~
~~
ને આખે સળગાવી દેવામાં આવે તે પણ ગરમ થશે નહિ કે ચું ચાં કરશે નહિ, એનું કારણ શું? કારણ એ જ કે તેમાં જે જાણનારો હતો, જેનાર હતા, સ્પર્શનારો હતા, સંઘનારો હતે, ચાખનારે હતે, સાંભળનાર હતા, બેલનારો હતે, વિચારનારો હતા, અને ઈચ્છા મુજબ ક્રિયા કરી શકનાર હતું, તે ચાલ્યા ગયે.
જે જાણવું–જેવું વગેરે કાર્યો શરીરનાં હેત તે મડદામાં શરીર મોજૂદ છે અને તે કાર્યો થવા છતાં હતાં, પણ તે કાર્યો થતાં નથી. એટલે ચોક્કસ છે કે એ કાર્યો શરીરનાં નહિ, પણ આત્માનાં જ હતાં. તાત્પર્ય કે ચૈતન્યભર્યો જીવનવ્યવહાર એ આત્માનાં અસ્તિત્વની મોટામાં મોટી સાબીતી છે. કોઈપણ સમજદાર તેને ઈન્કાર કેમ કરી શકે ?
કીડી-મંકડી વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે, એટલે તેનામાં આત્મા છે. કાગળ, પેન્સીલ, છરી, ચપ્પ વગેરેમાં ચૈતન્યભર્યા જીવનવ્યવહાર નથી, એટલે તેમનામાં આત્મા નથી. ગાય, ભેંસ, હાથી, ઘડા, માછલાં, સાપ, મનુષ્ય વગેરેમાં ચૈતન્ય જીવનવ્યવહાર છે, એટલે તેમનામાં આત્મા છે. - જેમ ધૂમાડા પરથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, તેમ ચેતન્ય પરથી આત્માનું અનુમાન કરી શકાય છે. શાસકાર ભગવંતેએ “વૈતન્ચઢાળો નવઃ | એવું સૂત્ર કહ્યું, તેનો અર્થ એ છે કે “જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય, ત્યાં ત્યાં જીવ કે આત્માનું અસ્તિત્વ માનવું.”