________________
આત્મતરવવિચાર
અધ્યવસાય વિશેષ એટલે આમાના
પરિણુમ વિશેષનું નામ લેશ્યા. કૃણ આદિ દ્રવ્યની સહાયતાથી આત્માના પરિણામ વિશેષ થાય તેને વેશ્યા કહેવામાં આવે છે. અને તે રસબંધનું મુખ્ય કારણ છે. કર્મ બાંધતી વખતે જે તીવ્ર-મંદ રસ બાંધ્યા હોય અને પછી ફેરફાર થયો હોય તે તે પ્રમાણે, તેનું તીવ્ર-મંદ ફળ ભેગવવું પડે છે.
લેશ્યાનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રમાં જબૂવૃક્ષ અને છ પુરુષનું દષ્ટાંત આપવામાં આવ્યું છે, તે બરાબર સમજી લેવું જોઈએ.
જબૂવૃક્ષ અને છ પુરુષે છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંનાં પહેલાએ કહ્યું : “આ જાબૂડાને તેડી પાડીએ તે મનગમતા ફળ ખવાય.” બીજાએ કહ્યું : આખાં ઝાડને તોડી પાડવાની શી જરૂર છે? તેનું એક મોટું ડાળું તેડી પાડીએ તે પણ આપણું કામ થશે. ત્રીજાએ કહ્યું : “અરે ભાઈ! મોટું
* શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક ટીકા પૃ ૬૪૫ પર નીચે શ્લેક આ પ્રમાણુરૂપે ટાંકા છે.
कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः ।
स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रवर्तत ॥
આત્માનું સહજ રૂપે રફટિકની સમાન નિર્મળ છે. તેના ભિન્ન ભિન્ન પરિણામ જે કૃષ્ણ, નીલ, આદિ અનેક રંગવાળા પુદગલ વિશેષની અસરથી થાય છે તેને લેસ્યા કહેવામાં આવે છે.”