________________
આત્મતત્વવિચાર
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy
કે નહિ? અને તેમના પિતામહ (દાદા) પણ હતા કે નહિ?” તો એ શું જવાબ આપશે? તે એમ જ કહેશે કે “હા, હતા.” ફરી તેમને પૂછવામાં આવે કે “તમારી સેમી પેઢી હતી કે નહિ? હજારમી પેઢી હતી કે નહિ? અરે! લાખમી પેઢી હતી કે નહિ ?, તો તેને જવાબ પણ એમ જ આપશે કે “હા, હતી.”
આમ કહેવાનું કારણ શું છે? જ્યાં પાંચમી પેઢી જોવાનું પણ મુશ્કેલ છે ત્યાં સેમી, હજારમી કે લાખની પેઢી કોણ જોઈ શકે વહીવંચાના ચોપડામાં, ઈતિહાસનાં મોટાં પિથાઓમાં કે પુરાણા લેખોમાં પણ તેને નિર્દેશ મળે નહિ. છતાં કહે છે કે “હા, હતી.” તેનું કારણ એ જ છે કે એ પેઢીઓ નજરે દેખાતી નથી. પણ તેનું કાર્ય નજરે દેખાય છે. તમે પોતે જ એનું કાર્ય છે, એનો જીવતે-જાગતે પૂરાવે છે. જે તમારી સેમી-હજારમીલાખમી પેઢી ન હોત તો તમે હેત જ કયાંથી?
આ પરથી એટલું નક્કી થયું કે જે વસ્તુ નજરે દેખાતી ન હોય, પણ તેનું કાર્ય દેખાતું હોય, તે અસ્તિત્વમાં છે એમ આપણે માનીએ છીએ અને એમ જ માનવું જોઈએ.
હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહિ ? તે આપણે વિચારીએ. એક માણસ મૃત્યુ પામે છે, ત્યારે શરીર તે એનું એ જ હોય છે. એ જ મુખ, એજ નાક, એજ કાન, એજ આકૃતિ, બધું એનું એ છતાં તે મૃત્યુ પામ્યા