________________
૭ઠ
આત્મતત્વવિચાર દુરસ્વરનામકર્મથી સવાર કર્કશ અને અરુચિકર હોય અને સુસ્વરનામકર્મથી સ્વર મધુર અને સુખદાયી હેય.
દુર્ભાગનામકર્મથી છવ સહુને અળખામણો લાગે અને સુભગનામકર્મથી સહુને વહાલું લાગે.
અનાદેયનામકર્મથી જીવનાં વચન બીજા વડે માન્ય ન થાય અને આયનામકર્મથી જીવનું વચન બીજા વડે માન્ય થાય.
અયશકીર્તિનામકર્મથી છવ ગમે તેટલું કામ કરવા છતાં યશ કે કીર્તિ પામે નહિ અને યશઃ કીર્તિનામકર્મથી જીવ થોડું કામ કરવા છતાં યશઃ કે કીર્તિ પામે. અહીં યશ શબ્દથી અમર્યાદિત ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ખ્યાતિ સમજવાની છે.
નામકર્મના શુભ અશુભ એવા બે સામાન્ય ભાગો છે. તેમાં શુમનામકર્મથી બધી વસ્તુઓ શુભ મળે અને અશુભનામકર્મથી અશુભ મળે. જે છ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં એકસૂત્રતા જાળવતા નથી તથા દાંભિક પ્રવૃિત્ત કરે છે, તેને અશુભનામકર્મ બંધાય છે અને તેથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને શુભનામકર્મ બંધાય છે.
દર્શનશુદ્ધિ, વિનયસંપન્નતા આદિ વીશ સ્થાનકોમાંથી એક બે કે વધારે સ્થાનિકોને પર્શનાર તીર્થંકરનામકર્મ બાંધે છે.
જેના લીધે જીવને ઊંચા-નીચાપણું પ્રાપ્ત થાય તે ગોત્રકમ કહેવાય. તેના બે પ્રકારે છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચગોત્ર, તેમાં ખ્યાતિવાળા કુળવાન કુળમાં જન્મ અપાવે તે