________________
આત્મતત્વવિચાર
જેમાં બે, ત્રણ કે તેથી વધુ પ્રકૃતિ સાથે હોય તે પિંડ પ્રકૃતિ કહેવાય. તેના ચૌદ પ્રકારો છેઃ (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) ઉપાંગ, (૫) બંધન, (૬) સંઘાત, (9) સંહનન, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) રસ, (૧૧) ગંધ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાગતિ.
ગતિ શબ્દને સામાન્ય અર્થ છે જ, પણ અહીં એક ભવમાંથી બીજા ભવમાં જવાની ક્રિયાને માટે તે ખાસ વપરાચેલો છે. દાખલા તરીકે જ્યારે કોઈ આમાં મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવતાના ભવમાં જવા માટે પ્રસ્થાન કર છે, તે ક્ષણથી લઈને તે જ્યાં સુધી દેવના ભાવમાં રહે છે, ત્યાં સુધી દેવગતિ કહેવાય છે. બીજી ગતિનું પણ એમ જ સમજવું.
ગતિ ચાર છેઃ (૧) નારક, (૨) તિયચ, (૩) મનુષ્ય અને (૪) દેવ શાસ્ત્રોમાં પંચમગતિ એવો શબ્દ પણ જોવામાં આવે છે, પરંતુ એ ગતિને માત્ર કમરહિત આત્માઓ જ પ્રાપ્ત કરે છે, કર્મવાળાઓ નહિ. કર્મવાળા આત્માઓ તે આ ચાર ગતિમાં જ ભમતાં રહે છે અને પિતાના કર્મોનું ફળ ભગવે છે. આ ચાર ગતિમાની ગમે તે એક ગતિમાં ઉત્પન્ન કરાવનારૂં કર્મ તે ગતિનામકર્મ.
જાતિ પાંચ છે. (૧) એકેન્દ્રિય, (૨) બેન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. આ પાંચ જાતિમાંની ગમે તે એક જાતિમાં ઉત્પન્ન કરાવનારું કર્મ તે જાતિનામકમ. સંસારના સર્વ છે આ પાંચ જાતિમાં સમાઈ જાય છે.