________________
૪પ૪
આત્મતત્વવિચાર
vvvvvvvvvvvvvvwvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
જીવને હસવું આવે છે, તે આ હાસ્યમહનીય કર્મને પ્રભાવ જાણ. વિષયસામગ્રી મલવાથી પતિ અર્થાત્ પ્રીતિ થાય છે, તે રતિ મેહનીય કર્મને પ્રભાવ જાણ. જીવને ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિનાં કારણે અરતિ અર્થાત્ અપ્રીતિ થાય છે, આ અરતિમોહનીય કર્મને પ્રભાવ જાણ. તેજ રીતે ભય, શોક, જુગુપ્સા-ઘણા-સૂગ પણ તે તે પ્રકારનાં મોહનીય કર્મને લીધે થાય છે. - જીવને સ્ત્રી સંસર્ગની લાલસા કરાવનાર પુરુષવેદ મોહનીય કર્મ છે, પુરુષસંસર્ગની લાલસા કરાવનાર સ્ત્રીવેદ મોહનીય કર્મ છે અને સ્ત્રી તથા પુરુષ બંનેના સંસર્ગની લાલસા કરાવનાર નપુંસકદમોહનીય કર્મ છે.
જેમ ચપળ વાંદર કદી એક ઠેકાણે બેસે નહિ અને આમથી તેમ ઠેકડા માર્યા કરે, તેમ મેહનીય કર્મનાં કારણે આત્મા ચંચળ બની જાય અને અનેક પ્રકારનાં સાવદ્ય કાર્યો કર્યા કરે, તેથી મેહનીય કર્મને આત્માને કટ્ટો શત્રુ સમજ.
મેહરાયને ચાર અક્ષરને મંત્ર તે “મહું મમ' અર્થાત હું અને મારું.” અભિમાન-અહંકાર એ મોહનાં ઘરની મિલકત છે, તે આત્માને દબાવે છે, છતાં તમે રોજ રોજ એ મંત્ર ગળ્યા કરે છે.
જ્ઞાની પુરુષે તમને આ ચાર અક્ષરના મંત્રમાં ફકત એક એક અક્ષર વધારવાનું કહે છે. “નારં-નમમ.” “હું કોઈને નથી, મારું કઈ નથી.” આ મંત્રનો જાપ કરવાથી તમે