________________
૪૫૦
આત્મતત્વવિચાર
અપ્રત્યાખ્યાનીય–પૃથ્વીમાં પડેલી રખા-ફાટ છે. પૃથ્વીમાં ફાટ પડી હોય તે વરસાદ આવે ત્યારે ટળે છે, તેમ
આ કેક ઘણા વખતે શાંત થાય છે. અનંતાનુબંધી–પર્વતમાં પડેલી રેખા-ફાટ છે. પર્વતમાં
ફાટ પડી હોય તે તે સંધાતી નથી, તેમ આ ક્રોધ ઉતપન્ન થયા હોય તે જીવનભર શાંત થતું નથી.
માન સંજવલન–નેતરની સોટી જે, જે સહેલાઈથી નમી જાય. પ્રત્યાખ્યાનીય–કાણ જેવો, જે ઉપાયે નમે. અપ્રત્યાખ્યાનીય-હાડકાં જે, જે મહાકાષ્ટ નમે. અનંતાનુબંધી–પથ્થરના થાંભલા જે, જે કઈ રીતે નામે જ નહિ,
માયા સંજવલન–વાંસની છાલ જેવી, જે સરળતાથી પોતાની
વકતા છોડે. પ્રત્યાખ્યાનીય–બળદનાં મૂત્રની ધારા જેવી, જે પવન
આવતાં દૂર થાય. અપ્રત્યાખ્યાનીય-ઘેટાનાં શીંગડા જેવી, જે ઘણા પ્રયત્ન
પોતાની વકતા છોડે. અનંતાનુબંધી-વાંસના કઠણ મૂળ જેવી કે જે કોઈ રીતે પિતાની વકતા છોડે નહિ.