________________
આત્મતત્વવિચાર
કહેવાય અને તે જ મુક્તિનો ઉપાય બની શકે. જે ધર્મના દેવ વીતરાગી હોય અને ગુરુ તરીકે સાધુ-સંતે ત્યાગી મહાપુરુષ હોય તેનું જ આરાધન કરવું ઘટે. કેટલાક સાધુ થઈને હિંસા કરે છે, હું બોલે છે, ચોરી કરે–કરાવે છે, તેમની સેવા ભક્તિ કરવાથી શું લાભ?
- બાવાજીની વાત. એક બાવાજી પિતાના ચેલા સાથે વગડામાં ચાલ્યા જતાં હતાં, ત્યાં રસ્તામાં શેરડીને સુંદર વાઢ આવ્યા. તે જોઈ તેમનાં મોઢામાં પાણી આવ્યું. તેમણે ચેલાને કહ્યું કે, આ કેથળો લઈને વાઢમાં જા અને તેમાં ભરાય તેટલી શેરડી ભરી લે.” માલિકની રજા સિવાય કંઈ પણ લેવું એ ચોરી છે, પણ સ્વાદના રસિયા એ વાતને સ્વીકાર કયાં કરે ?
ચેલે હોશિયાર હતા. તે ગુરુની આજ્ઞા પ્રમાણે વાઢમાં દાખલ થયા અને પોતાનું કામ કરવા લાગ્યો. બાવાજી બહાર ઊભા રહીને ચેક કરવા લાગ્યા. એવામાં તેણે ચાર ખેડૂતોને હાથમાં કડિયાળી ડાંગ લઈને આવતા જોવા, એટલે તે ગભરાયા. તેમને થયું કે ચેલે શેરડી કાપતાં પકડાશે તે સારી રીતે ટીપાશે અને તેના ગુરૂ તરીકે મને પણ માર પડશે, માટે કોઈ એવી યુક્તિ કરવા દે કે જેથી આ ખેડૂતે આગળ વધે નહિ અને ચેલે સહીસલામત બહાર નીકળી આવે.”
તેમણે સુંદર રાગમાં ગાવા માંડયું સંત પકડ લે, સંત પકડ લે, આ ગયે ગર્ભાધારી,