________________
આઠ કે
૪૩૭
જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા વસ્તુના સામાન્ય બોધને (દર્શનને) કે તે ચક્ષુદર્શનાવરણીય, જે ચક્ષુ સિવાયની બાકીની ચાર ઈન્દ્રિયો તથા પાંચમા મન દ્વારા થતા સામાન્ય બોધને રોકે તે અચક્ષુદર્શનાવરણય, જે આત્માને થતાં રૂપી દ્રવ્યના સામાન્ય બોધને રોકે તે અવધિદર્શનાવરણય અને જે કેવલદર્શનદ્વારા થનારા વસ્તુ માત્રના સામાન્ય ધરૂપ કેવલદર્શનને રોકે તે કેવલદર્શનાવરણીય.
નિદ્રામાં જીવ ઉપગ મૂકવાની સ્થિતિમાં હોતો નથી એટલે તેને વસ્તુને સામાન્ય બોધ શી રીતે થાય? તેથી, નિદ્રાના પાંચ પ્રકારોને દર્શનાવરણય કર્મની ઉત્તર-પ્રકૃતિઓ માનવામાં આવી છે.
સુખપૂર્વક એટલે અવાજ માત્રથી ઉઠાવી શકાય એવી નિદ્રા તે નિદ્રા. દુઃખપૂર્વક એટલે ખૂબ ઢઢળવા વગેરેથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવતી એવી નિદ્રા તે પ્રચલા, ચાલતાં ચાલતાં આવતી અને દુઃખપૂર્વક જગાડી શકાય એવી નિદ્રા તે પ્રચલા પ્રચલા. અને જેમાં દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે કરી નાંખવામાં આવે અને જાગે ત્યારે ખબર પણ ન હોય એવી ગાઢ નિદ્રા તે રત્યાદ્ધિ કે થીથહી. આ નિદ્રા વખતે ઘણું બળ ઉત્પન્ન થાય છે. જે પુરુષ છેવટ્ટુ સંઘયણવાળો હોય છે, તેનું બળ બમણું–તમણું વધી જાય છે, અને જે પુરુષ વજ-ઋષભનારાચસંઘયણવાળ હોય છે, તેનું બળ વાસુદેવનાં અર્ધા બળ જેટલું થાય છે. વાયુદેવનું બળ કેટલું હોય છે ? તેને ખ્યાલ અમે ચૌદમાં વ્યાખ્યાનમાં આપે છે,