________________
આમતરવવિચાર
લેખણ, ખડિયાં, પુસ્તક પાનાં વગેરે જ્ઞાનનાં સાધને બાળી મૂકયાં હતાં.
કેટલાકને ભણવું ગમતું નથી, ભણવા બેસાડીએ તે ઊંઘ આવે છે અને પંદર દિવસે પણ એક ગાથા થતી નથી, તે જ્ઞાનાવરણીય કર્મને ઉદય સમજ. માટે મહાનુભાવે ! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના તમારા હાથે કદી પણ થાય નહિ, એ બરોબર જોશો.
દશનાવરણીય કર્મ જે કર્મ આત્માના દર્શનગુણને આવરે, દર્શનગુણને ઢાંકે તે દર્શનાવરણીય કર્મ કહેવાય. દર્શન એટલે વસ્તુને સામાન્ય બોલ. જેમ રાજાની સાથે મુલાકાત કરવી હોય તે પિળિયે કે દરવાન અટકાવે છે, તેમ આ કર્મ વસ્તુને સામાન્ય બોધ થતું અટકાવે છે. આ કમને જેટલા પ્રમાણમાં ક્ષયપશમ હોય તેટલા પ્રમાણમાં જ આ આત્મા વસ્તુને સામાન્ય બોધ કરી શકે, તેથી વધારે નહિ. જ્યારે આત્મા આ કર્મને સંપૂર્ણ ક્ષય કરે, ત્યારે કેવલદર્શનની પ્રાપ્તિ થાય. | દશનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિએ નવ છે. (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા. (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને () સત્યાદ્ધિ (થીણુદ્ધી).
દર્શન સંબંધી વિશેષ વિવેચન આઠમાં વ્યાખ્યાનમાં થયેલું છે.