________________
પાઠ કમા
w
જ્ઞાનાવરણીય કર્મને જેટલો ક્ષયે પશય થાય તેટલું જ આત્મા જાણી શકે, તેથી વધારે નહિ. જેનાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો હોય તે ઓછું જાણી શકે અને વધારે હોય તે વધારે જાણી શકે. કેવળી ભગવંતના જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયેલે હેય છે, તેથી તેઓ બધું જાણી શકે છે. મનુષ્યમાં જ્ઞાનની જે તરતમતા દેખાય છે, તે આ જ્ઞાનાવરણીય કર્મને આભારી છે.
તમે એક વસ્તુ પૂર્વે જાણે છે અને અત્યારે યાદ કરવા ઈચ્છે છે, પણ તે યાદ આવતી નથી. થોડી વાર પછી યાદ આવે છે. આને અર્થ એ થયો કે વિસ્મૃતિ થવાના સમયે પણ જ્ઞાન તે હતું જ, નહિ તે થોડી વાર પછી યાદ શી રીતે આવે? હવે જ્ઞાન હતું અને વિકૃત થયું, તેનું કારણ શું? કારણ એ જ કે તે યાદ ન આવ્યું. તે વખતે જ્ઞાન પર આવ૨ણ હતું, જ્ઞાનને રોકનારી કોઈ વસ્તુ ત્યાં મોજૂદ હતી. તે ખસી ગઈ એટલે યાદ આવ્યું. દીવા ઉપર કપડું થયું હોય તે પ્રકાશ આવે નહિ. તે લઈ લઈએ કે તરત પ્રકાશ આવે. તે પ્રમાણે જ અહીં સમજવું.
જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન ૫ર્યયજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન
* આ જ્ઞાનના વિશેષ પરિચય માટે જુઓ વ્યાખ્યાન આઠમું નવમું તથા અગિયારમું.
૨૮