________________
કમબંધ
૪૩૧
ઉપાય શુ? વગેરે બાબતો જાણવી પડે છે અને તે જ તેના રોગનો નાશ કરી શકાય છે. રોગનું સ્વરૂપ પૂરેપૂરું જાણ્યા વિના રોગનો નાશ કરી શકાતો નથી, તેમ કર્મનું સ્વરૂપ પૂરે. પૂરું જાણ્યા વિના કર્મનો નાશ કરી શકાતો નથી. વળી જુદાં જુદાં સ્વરૂપે તેનું ફલ કેમ મલે છે, તેનાથી પરિચિત થવા માટે પણ કર્મના ભેદે જાણવાની જરૂર છે.
આઠ કર્મોના નામ અનાદિકાળથી આ રીતેજ છે, છતાં એના કમની ગોઠવણીમાં હેતુ છે. તે સમજાવવામાં આવે છે.
રવિ પછી સોમ, સેમ પછી મંગળ, મંગળ પછી બુધ એ રીતે સાત વારોનાં નામ ગોઠવવામાં જેમ ચોક્કસ હેતુ રહેલો છે, અથવા કારતક પછી માગસર, માગસર પછી પિષ, પિષ પછી માહ, એ રીતે બાર મહિનાના નામ ગોઠવવામાં જેમ ચોક્કસ હેતુ રહેલે છે, તેમ જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય, દર્શનાવરણય પછી વેદનીય, વેદનીય પછી મોહનીય, મોહનીય પછી આયુષ્ય, આયુષ્ય પછી નામ, નામ પછી ગેત્ર અને ગોત્ર પછી અંતરાય એ રીતે આઠ કર્મોના ક્રમમાં પણ ચોક્કસ હેતુ રહેલ છે. - નાગરવાળા , રંarati તદા |
वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ नामकम्मं च गोत्तं च, अंतरायं तहेव य ॥ एवमेयाई कम्माई, अठेव उ समासओ ।।
–શ્રી ઉત્તરાયન સૂત્ર, અ૦ ૩૩, કર્મગ્રંથોમાં પણ નામનો આ કમ જ આપેલ છે.