________________
४२०
આત્મતરવવિચાર
ભાવના કે ઉલાસપૂર્વક કરવામાં આવેલી ધર્મક્રિયા પિતાનું ફળ ખૂબ આપે છે.
ધીમી આંચ પ્રસંગ આવ્યે તીવ્ર કે ઉગ્ર બની શકે છે, પણ જ્યાં આંચ જ ન હોય ત્યાં તીવ્ર કે ઉગ્ર બનવાને પ્રસંગ કયાંથી આવે ? માટે રોજ યથાશક્તિ ધર્મ કરતા રહે, તે એવે સમય પણ આવે કે જયારે ભાલાસ ખૂબ વધી જાય અને ભવનાં પાપ ખપી જાય અને આપણું કાર્ય થઈ જાય. માત્ર ભોગવિલાસ રહેવાથી તે તમારી સ્થિતિ સાર્થવાહના પુત્રે જેવી થઈ પડશે. ભોગવિલાસની ભયંકરતા અંગે સાર્થવાહના
પુની કથા ચંપાનગરીમાં માર્કદી નામે એક સાર્થવાહ રહેતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું અને લોકોમાં તે ઘણે પ્રતિષ્ઠિત હતું. તેને બે પુત્રો હતા, તેમાં એકનું નામ જિનપાલિત અને બીજાનું નામ જિનરક્ષિત. આ બંને પુત્ર વિદ્યા, સાહસ અને પરાક્રમથી શોભતા હતા, તેમણે અગિયાર વાર દરિયે બેડ હતું અને ઘણું ધન પેદા કર્યું, તે પણ તેઓ બારમી વાર દરિયો ખેડવા તૈયાર થયા. મનુષ્યના લાભને થોભ કયાં છે? - તેમણે માતા-પિતા પાસે રજા માગી. માતા-પિતાએ કહ્યું: “પુત્રે ! આપણી પાસે પુષ્કળ ધન છે. સાત પેઢી સુધી ખૂટે તેમ નથી, માટે ખાઓ, પીઓ અને આનંદ કરો. હવે દરિયાની સાહસભરી સફર કરવાની શી જરૂર