________________
૪૧૮
આત્મતથવિચાર
પણ જ્યારે આયુષ્યને બંધ પડવાનો હોય, ત્યારે તેમની મતિ સુધરી જાય અને તેઓ સદ્ગતિનું આયુષ્ય બાંધે. પરંતુ આવા દાખલાઓ કવચિત જ બને, તેથી તેને અપવાદરૂપ સમજવા. રાજમાર્ગ તે ઉપર જણાવ્યા તે છે.
આપણને આપણી જન્મ તારીખની ખબર છે, પણ મરણ તારીખની ખબર નથી. આને અર્થ તે એ થયો કે આપણે બધે વખત સાવચેત રહેવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ.
સંખ્યાત વર્ષની ઉંમરવાળા મનુષ્ય અને તિય તેની જીંદગીના ત્રીજા ભાગમાં આયુષ્ય બાંધે. દાખલા તરીકે કોઈની ઉમર ૬૦ વર્ષની હોય તે ૪૦ વર્ષ સુધી ન બધે, પણ ૪૦ વર્ષ પૂરાં થાય તે જ સમયે બાંધે. આ વખતે તેની ઉંમરને ત્રીજો ભાગ બાકી હોય છે. જે એ વખતે આયુષ્ય ન બાંધે તે કેટલા વર્ષ બાકી રહ્યા તેના ત્રીજા ભાગે મધે, અર્થાત ૧૩ વર્ષ અને ૪ મહિના જાય ત્યારે બધે. ત્યારે ન બાંધે તે બાકી રહેલા ૬ વર્ષ અને ૮ મહિનાના ત્રીજા ભાગે બાંધે. એમ આયુષ્યનો ત્રીજો ભાગ કરતાં જવાનું, જે એ કોઈ સમય દરમિયાન આયુષ્યકમ ન બંધાય તે છેવટે મરણ સમયે અંતર્મુહૂર્તમાં પણ બાંધે. પરંતુ બાંધ્યા સિવાય રહે નહિ.
જ્ઞાનીઓ કહે છે કે આયુષ્યને બંધ મોટા ભાગે પર્વ તિથિને દિવસે પડે છે, એટલે તે દિવસે ધર્મારાધન વિશેષ પ્રમાણમાં કરવું જોઈએ. આપણે ત્યાં પર્વતિથિને દિવસે