________________
૪૧૪
આત્મતત્વવિચાર
અહીં એટલું યાદ રાખવું કે કામણ વગણના ભાગલા પડે છે, ત્યારે તે પોતે પિતાના જથ્થામાં ચેટિી જાય છે, એક મોટી વખારમાં અનેક જાતને માલ આવે છે, પણ તે બધો પિોતપોતાની જાતમાં ગોઠવાઈ જાય છે, તેના જેવી જ આ ક્રિયા છે.
કર્મની મૂળ પ્રકૃતિ કમને હવભાવ આઠ પ્રકારને છે, એટલે કમની મૂળ પ્રકૃતિ આઠ માનવામાં આવી છે. (૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય.
અહીં એક મહાનુભાવ પ્રશ્ન કરે છે કે “કમની પ્રકૃતિને મૂળ વિશેષણ લગાડવાનું કારણ શું?” તેને ઉત્તર એ છે કે “દરેક કમની ઉત્તરપ્રકૃતિઓ પણ છે, તેનાથી ભિન્નતા દર્શાવવા માટે અહીં મૂળ એવું વિશેષણ લગાડેલું છે.' - તમે “અષ્ટકમ' એ શબ્દપ્રયોગ તે ઘણી વાર સાંભળ્યું હશે. ચિત્યવંદને, સ્તવને, સજઝા વગેરેમાં તે અનેક વખત આવે છે. ત્યાં અષ્ટકમથી આ મૂળ આઠ પ્રકૃતિઓ સમજવાની છે. આયુષ્ય પ્રકૃતિને બંધ કયારે અને કેમ પડે?
કર્મની આઠ પ્રકૃતિઓમાં આયુષ્ય પ્રકૃતિને બંધ એક જ વાર પડે અને બાકીની સાત પ્રકૃતિએને બંધ સમયે