________________
૩૭૬
આત્મતત્વવિચાર
સાધુ ! તમે મને ટુંકમાં ધર્મ કહે. જે નહિ કહે તે તમારા હાલ આ સુષમા જેવા જ કરીશ.”
મહાપુરુષ આવી ધમકીથી ડરતા નથી. જે ડરતા હોય તે આવાં ઘેર જંગલમાં આવીને તપ-ધ્યાન શા માટે કરે ? વળી દરેક પ્રકારને ભય જિત એ એમનું ખાસ લક્ષ્ય હેય છે, એટલે તેઓ આવી ધમકીને વશ થાય નહિ, પરંતુ તેમનું હદય પરોપકારથી પૂર્ણ હોય છે અને કોઈને પણ લાભ થત હોય તે ધર્મ અવશ્ય સંભળાવે છે. આ સાધુ મહાત્મા ઘણી ઉચ્ચ કેટિના હતા અને ચારણલબ્ધિ પામેલા હતા, એટલે આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતા હતા. તેમણે લાભનું કારણ જાણી ચિલાતીપુત્રને કહ્યું: “ઉપશમ, વિવેક, સંવર' અને તેઓ આકાશમાં ગમન કરી ગયા.
ચિલાતીપુત્ર વિચારમાં પડી કે “સાધુએ મને આ શું કહ્યું?” આખી જીંદગી પાપકર્મમાં વિતાવી હતી, કોઈ સાધુસંતને સહવાસ કર્યો ન હતો, એટલે આ શબ્દોના અર્થ તે કયાંથી જાણે? પરંતુ કહેનાર મહાપુરુષ હતા અને ચમત્કારિક શક્તિ ધરાવતા હતા, એટલે તેમણે કહેલું અતિ ઉપયોગી છે, એટલી વાત તે તેનાં મનમાં બરાબર વસી ગઈ હતી. આથી તે શબ્દના અર્થ પર વિચાર કરવા લાગ્યા.
જ્ઞાન બહારથી આવતું નથી, પણ અંદરથી પ્રગટે છે અને તેમાં ચિંતન-મનન નિમિત્તભૂત બને છે. એટલે ડી જ વારમાં ચિલાતીપુત્રને ઉપશમનો અર્થ સમજાય કે “ઉપશમ