________________
૩૭૪
આત્મતત્વવિચાર
mmmmmmmmmmmmmmmmmmmmmm
ચિલાતીપુત્ર એકવાર ચોરી કરતાં પકડાઈ ગયા, એટલે કોટવાળે તેને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાએ તેને હદપારની શિક્ષા ફરમાવી, એટલે તે રાજગૃહી નગરી છડી ગયો, ઉપર આભ અને નીચે ધરતી સિવાય એને બીજે કંઈ આધાર ન હતો, એટલે અહીં તહીં રખડવા લાગ્યો અને એમ કરતાં એક ચર૫લ્લીમાં પહોંચ્યા ત્યાં સાહસ, નિર્દયતા વગેરે ગુણો વડે તે પહેલી પતિની કૃપા પામ્યું. અને પલ્લી પતિ મરણ પામતાં તેના સ્થાને આવ્યું. હવે તે ચેરીઓ કરવી, ધાડ પાડવી, લૂંટફાટ ચલાવવી અને માણસેનાં ખૂન કરવાં એ એનો વ્યવસાય બની ગયા.
એક વાર તેણે સારી તૈયારી કરી રાજગૃહી નગરીમાં પ્રવેશ કર્યો અને ધન્ય સાર્થવાહનાં ઘર પર ધાડ પાડી. ધન્ય સાર્થવાહ માલદાર હતા, એટલે તેના સાથીઓના હાથમાં પુષ્કળ માલમત્તા આવી. ચિલાતીપુત્ર હજી સુષમાને ભૂલ્યા ન હતું, એટલે તેણે સુષમાને શોધી કાઢી અને તેનું હરણ કર્યું પછી તે પિતાના સાથીઓ સાથે ત્યાંથી નાસી છૂટ.
ધન્ય સાર્થવાહે જોયું કે પુષ્કળ ધનમાલ ઉપરાંત પ્યારી પુત્રી સુષમાનું પણ હરણ થયું છે, એટલે તેઓ પોતાના ચાર પુત્રો અને રાજ્યના કેટલાક સૈનિકે સાથે તેની પાછળ પડ્યા. રસ્તે ઉંચ-નીચે આવ્યો, અટપટે આવ્યા, છતાં ધન્ય સાર્થવાહ વગેરેએ તેને પીછો છોડશે નહિ. એમ કરતાં અટવીને ભાગ શરૂ થયા.