________________
202
આત્મતત્ત્વવિચાર
થયા હતા, પણ ઉચ્ચ કુળમાં થયા ન હતા. પણ ધનદત્ત શેઠની ચિલાતી નામની એક ગરીબ દાસીને પેટે જન્મ્યા હતા.
એકના જન્મ થતાં ખાર પ્રકારના વાજિંત્રા વાગવા માંડે અને મીઠાઇએ વહેંચાય, અને બીજાનાં જન્મ વખતે કાંસાની થાળી પણ ન વાગે કે ગાળની કાંકરી પણ ન વહેંચાય, એને પણ આપણે કર્માંને ચમત્કાર માનવે રહ્યો. રાજાના પુત્ર રાજગાદીના ધણી થાય કે મે!ટી જાગીર ભાગવે, શેઠના પુત્ર લાખાની મિલકતના માલિક થાય અને બહેાળા વેપાર-વણજ કરે અને ગરીબના પુત્ર મહેનત-મજૂરી કરીને પેટ ભરે, એટલે કુલ-કુટુ બની અસર મનુષ્યનાં જીવન પર બહુ ઘેરી પડે છે, તેમાં પણ શાસ્ત્રકારોએ ક્રમના પ્રભાવ માન્યા છે.
ચિલાતીપુત્ર શેઠને ત્યાં જ માટા થયા. ઘરનું' પરચુરણ કામકાજ કરવુ અને બાળકાને રમાડવાં એ એની ખાસ કામગીરી હતી. અન્ય સાથે વાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થઈ હતી. આ પુત્રી રૂપ-લાવણ્યથી ભરપૂર હતી અને માતાપિતાને દર્શન માત્રથી સુખ ઉપજાવતી હતી, તેથી તેનું નામ સુષમા રાખ્યુ હતું. ચિલાતીપુત્ર આ સુષુમાને રમાડતા, ખેલવતા અને ફરવા પણ લઈ જતા એમ કરતાં તેના પર અત્યંત સ્નેહ ઉત્પન્ન થયા હતા.
એકને જોતાં સ્નેહ ઉત્પન્ન થાય અને બીજાને જોતાં દ્વેષ કે નત ઉત્પન્ન થાય એ પણ ક્રમની જ કરામત છે. ગૌતમસ્વામી એક ખેડૂતને પ્રતિબેાધ પમાડી દીક્ષા આપી શ્રી મહાવીર સ્વામી પાસે લાવ્યા. એ ખેડૂતે દૂરથી તેમને જોઈને કહ્યુ