________________
આત્મતત્વવિચાર
પરંતુ આ તે છેવટની વાત છે, એટલે હાલ તે આપણે કર્મ સત્તા બળવાન છે, એમ માનીને જ ચાલવાનું છે.
શાસ્ત્રકારોએ કર્મસત્તા અંગે નીચેને શ્લેક કો છેनीचैौ त्रावतारश्चरमजिनपतेर्मल्लिनाथेऽबलात्व मान्ध्यं श्री ब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे । निर्वाणं नारदेऽपि प्रशमपरिणति: स्थाञ्चिलातीसुते वा, त्रैलोक्याश्चर्यहेतुर्जयति विजयिनी कर्मनिर्माणशक्तिः ॥
સર્વ પદોમાં જિનપતિ એટલે તીર્થકરનું પદ શ્રેષ્ઠ ગણાય. તેઓ ઊંચા ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરે એવી પરાપૂર્વની રીતિ, છતાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન દશમા પ્રાણત દેવલોકમાંથી ચ્યવન ઋષભદત્ત બ્રાહ્મ ણની ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા. બ્રાહ્મણકુળ એટલે ભિક્ષુકનું કુળ. તેથી તેની ગણતરી નીચા કુળમાં થાય. તીર્થ". કર છતાં તેમને આવાં નીચાં કુળમાં અવતરવું પડ્યું! કારણ વિના કાર્ય હાય નહિ. એટલે તેનું પણ કંઈ કારણ હોવું જોઈએ. આ કારણે તેમણે મરીચિના ત્રીજા ભવને વિષે કુળમદથી બાંધેલું નીચગાત્ર નામનું કર્મ હતું. “મારા દાદા તીર્થ, કરોમાં પ્રથમ; મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ અને હું વાસુદેવોમાં પ્રથમ થઈશ. અહે મારું કુળ કેવું ઉત્તમ ? એમ બોલીને તેમણે જાતિમદ કર્યો હતે અને પિતાની ભુજાઓ વારંવાર ઠપકારી હતી. આ કર્મ અનેક ભવમાં ભોગવવા છતાં બાકી રહેલું તેમને છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યું, એટલે નીચા કુળમાં જન્મ થયે. તીર્થકરને જન્મ એક બ્રાહ્મણકુળમાં