________________
કમની શક્તિ
કે “ આત્માની શક્તિ અનંત છે. પરંતુ વ્યવહારથી જોઈએ તે એ શક્તિમાં ઘણી તરતરતા છે, એટલે પ્રારંભમાં તે અતિ અ૫ શક્તિવાળે હેય છે. પછી ધીમે ધીમે શક્તિને વિકાસ કરતો જાય છે અને છેવટે અનંત સુધી પહોંચે છે. આ સંયોગોમાં અતિ બળવાન એવી કર્મ સત્તા તેને દબાવી શકે એ સ્વાભાવિક છે. પરંતુ અહિ એ જણાવી દઈએ કે આત્માની આ છેવટની અનંત શક્તિ કર્મની અનંત શક્તિ કરતાં ઘણી જોરાવર હોય છે. એટલે તે કર્મ શક્તિને મહાત કરી શકે છે અને તેને સંપૂર્ણ નાશ કરવાને સમર્થ થાય છે. જેમ બે મનુષ્ય વચ્ચે, બે ઘોડાઓ વચ્ચે કે બે હાથીઓ વચ્ચે તફાવત હોય છે, તેમ બે અનંત વચ્ચે પણ તફાવત હોય છે. તેથી એક અનંત મોટું વધારે જોરાવર અને બીજું અનંત નાનુંકમર સંભવી શકે છે.
બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે ઈંગ્લાંડ અને ફ્રાંસની સેનાએ સપ્ત હાર પામી રહી હતી અને ચારે બાજુ હિટલરનો જયજયકાર થઈ રહ્યો હતો. એ વખતે એમ જ લાગતું હતું કે હિટલરની સેના બધા દેશોને જોતજોતામાં જીતી લેશે અને હિટલર એક જગવિજેતા તરીકે બહાર આવશે પણ યુદ્ધ આગળ લંબાયું અને પરિસ્થિતિમાં પલટો આવવા લાગ્યો. તે એટલે સુધી કે હિટલર હારી ગયા અને તેને આપઘાત કરીને મારવાનો વખત આવ્યે. આત્મા અને કર્મના યુદ્ધમાં પણ બરાબર આવી જ સ્થિતિ નજરે પડે છે. પ્રથમ કર્મો ઘણું જેર કરે છે, પણ ધીમે ધીમે આત્મા બળવાન થતો જાય છે અને છેવટે તે કમેની સત્તાને સંપૂર્ણ રીતે ફગાવી દે છે.