________________
popboozoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
hoonoodooOOOOOO
વ્યાખ્યાન અઢારમું
કર્મની શક્તિ મહાનુભાવો !
વૈદકના વિષય સાથે રસાયણ વિષય જેમ સંબંધ ધરાવે છે, તેમ આત્માના વિષય સાથે કર્મને વિષય ઘણે નિકટને સંબંધ ધરાવે છે, તેથી ગઈ કાલે આપણે તેને હાથ ધર્યો છે. પરંતુ આ વિષય સૂક્ષમ છે, વધારે સ્પષ્ટ કહીએ તે સેયનાં નાકા જે સૂક્ષમ છે, પણ પ્રયત્ન કરશે તે તમારે મનરૂપી દોરો તેમાં જરૂર પરોવાઈ જશે.
તમે કકકો ઘૂંટવા માંડ્યો ત્યારે એ કામ અઘરું લાગતું હતું. ક-ને વળાંક કેમે કરી બેસતું ન હતું. ખ પણ તમારાં ખમીરની કસેટી કરતા હતા. પરંતુ તમે પ્રયત્ન ચાલુ રાખ્યો તેં ક-ખ અને બાકીના બધા વર્ષો બરાબર શીખી ગયા અને આજે આખી વર્ણમાલા તમે માત્ર એક જ મીનીટમાં લખી શકે છે.
પ્રયત્નને ટકાવનાર શ્રદ્ધા છે, એટલે તે પણ તમારાં હદયમાં પૂરતા પ્રમાણમાં હેવી જોઈએ. એક વાર અભણ અબૂઝ ગણાતા માણસે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવાથી પંડિતની પંક્તિમાં બિરાજી શકયા, તે તમારા જેવા ભણેલાગણેલા અને પાંચમાં પૂછાતાં માણસે શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નથી શું ન કરી શકે?