________________
કમની ઓળખાણ
લખમી છાણુ વીણુંતી, ભીખ માગે ધનપાલ, અમરશી મરતાં દીઠે, ભલે હું ઠણઠણપાલ,
લખમીને છાણા વીણતી જોઈ, ધનપાલને મેં ભીખ માગતાં જોયો અને અમરશીને મેં મરતાં દીઠે, એટલે કઈમાં પણ નામ પ્રમાણે ગુણ જોયા નહિ, તેથી મારું નામ ઠણઠણપાલ છે, એ જ ઠીક છે.”
આ જવાબથી પિતાએ ખૂબ આનંદ પામી તેને સાબાશી આપી.
આ તે પ્રાસંગિક વાત થઈ, પણ કર્મ નામ ગુણ સંપન્ન છે, એટલે તેનામાં નામ પ્રમાણે અર્થ છે. જે વસ્તુ ક્રિયાજન્ય હોય તે કર્મ કહેવાય. આ કર્મ ક્રિયાજન્ય છે, આત્માની ક્રિયા વડે ઉત્પન્ન થયેલ છે, એટલે તેનું નામ સાર્થક છે.”
આ વિવેચનનાં સારરૂપે એટલું યાદ રાખવાનું કે કમ એ કલ્પના નથી. પણ એક વસ્તુ છે, તે પુદગલને એક પ્રકાર છે, સ્વભાવે જડ છે, અને આત્માનાં વિરોધી તત્ત્વ તરીકે કામ કરે છે. પ્રાણીઓને આ જગતમાં જે કંઈ દુખ કષ્ટ, આપત્તિ, કે મુકેલીને અનુભવ કરે પડે છે, તે કર્મના સંબંધને આભારી છે. કર્મ આપણું મિત્ર, દેત કે હિતસ્વી નથી, પણ પરમ શત્રુ છે. મહાન દુમન છે અને આપણું અનેક પ્રકારે અહિત કરનાર છે તેથી તેને સંબંધ કેમ છૂટે? તેની જ પેરવીમાં આપણે રહેવું જોઈએ. વિશેષ અવસરે કહેવાશે.