________________
anmaramanmara
anorama
૫૨
આત્મતત્ત્વવિચાર સજાતીય કહેવાય. તે રીતે જ પરમાણુવાળે અંધ અને પરમાણુવાળો સ્કંધ સજાતીય કહેવાય, વર પરમાણુવાળો સ્કંધ અને જે પરમાણુવાળો સ્કંધ સજાતીય કહેવાય. સજાતીય સ્ક અનંત પ્રકારના છે, એટલે વણાએ પણ અનંત પ્રકારની છે. " પ્રથમ એક વસ્તુ સામાન્ય રૂપે કહેવાય છે અને પછી તેની વિશેષતાનું વર્ણન થાય છે. તમને ચુનીલાલ શેઠની ઓળખાણ કરાવવી હોય તે પ્રથમ એમ કહેવામાં આવે છે કે આ ચુનીલાલ શેઠ પછી કયાંના રહીશ છે? કઈ જ્ઞાતિના છે? કેટલી ઉંમરના છે? શું ધંધે કરે છે? કેવા સ્વભાવના છે? વગેરે જણાવવામાં આવે છે, આથી તમને ચુનીલાલ શેઠની ઓળખાણ બરાબર થઈ જાય છે. પછી ચુનીલાલ શેઠ સામા મળે તે તેમને જુહાર કરી છે અને “કોઈ વાર ઘરે પધારજે” એવું આમંત્રણ પણ આપે છે.
તત્વને-શાસ્ત્રીય પદાર્થોને બોધ કરાવવા માટે પણ આ જ ક્રમ છે. પ્રથમ તેને નિર્દેશ થાય છે, પછી તેને પરિચય કરાવવામાં આવે છે અને છેવટે તેના દરેક અંગપગનું બારીકાઈથી વિવેચન કરવામાં આવે છે. આથી તત્વ બોધ બરાબર થાય છે અને કોઈ પણ વાતમાં ગોથા ખાવાને વખત આવતું નથી.
અનંત વગણાઓમાંથી સોલ વણાઓ વિશેષ પ્રકારે સમજવા યોગ્ય છે, તેથી પ્રથમ તેને નામનિર્દેશ કરીશું અને પછી તેને પરિચય આપીશું, સેળ વગણના નામે નીચે મુજબ છે –