________________
10000OOR 00000000000ad 600000
0066350000000 booooo
વ્યાખ્યાન સેળયું, આત્મસુખ.
( ૨ ) મહાનુભાવો !
સવ અરિહંત દેવ સર્વ સિદ્ધ પરમાત્માઓ, સર્વ આચાર્ય ભગવંતે, સર્વ ઉપાધ્યાય ભગવંતે અને સર્વ સાધુ ભગવંતે આપણું કલ્યાણ કરો. તેમના અચિંત્ય પ્રભાવથી જ આ જગતમાં સર્વ પ્રાણીઓને સુખ આપનારું ધર્મતીર્થનું પ્રવર્તન અને સંચાલન થઈ રહ્યું છે.
ધર્મતીર્થમાં પ્રવચનની મુખ્યતા છે, કારણ કે તેનાં પુષ્ટ આલંબન વડે જ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આ સંસારપારાવારને પાર કરવાને શક્તિમાન થાય છે.
આ પ્રવચન રૂપી મહાવૃક્ષની અનેક શાખા-પ્રશાખાઓ છે, તેમાંની એક શાખા તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. તેની છત્રીશ પ્રશાખાઓ પૈકી છત્રીશમી પ્રશાખાએ આપણને આ સંસારી આત્માનાં વર્ણનરૂપી સુંદર ફળ આપ્યું અને તેમાંથી આપણે આત્મતત્વ વિચારને મધુર રસ ચાખ્યો; એટલે આજના આ મંગલ અવસરે તેનું અભિવાદન કરી લઈએ.